Exit polls 2024 : બીજેપી તો ઠીક ટેકો આપનારાને પણ લોકોએ બહારનો રસ્તો દેખાડ્યો? જાણો JJP-PDP ની હાર પાછળના કારણો
exit polls 2024 : લોકસભા ચૂંટણી બાદ હવે સ્થિતી એવી સર્જાઈ છે કે જે વસ્તુ બીજેપી સાથે જોડાય તે પણ બીજેપીની જેમ જમીન પર આવી જાય છે. આ વાતનો પુરાવો હરિયાણા-કાશ્મીરની ચૂંટણીમાં જોવા મળ્યો છે.
એક્ઝિટ પોલના પરિણામો પર વિશ્વાસ કરીએ તો ખેડૂતોને રંઝાડનારી બીજેપીને હરિયાણાના લોકોએ બહારનો રસ્તો દેખાડી દીધો છે અને કોંગ્રેસ સત્તામાં આવી રહી છે
બીજી તરફ કાશ્મીરમાં પણ બીજેપી માટે સ્થિતી સારી નથી. ઈન્ડિયા એલાયન્સ અહીં પણ સરકાર બનાવતુ જોવા મળી રહ્યું છે.

આ ચૂંટણીમાં બીજેપી જ નહીં પરંતુ તેને સાથ આપનારી પાર્ટીઓને પણ મોટુ નુકસાન સહન કરવુ પડે તેવા સંકેત મળ્યા છે. એક્ઝિટ પોલના આંકડા સાચા પડે તો આ સ્થિતી સર્જાશે તે નક્કી છે.
બીજેપી સાથે સરકાર બનાવવાની ભુલ પીડીપીને ભારે પડશે
2014 માં જમ્મુ કાશ્મીરમાં પીડીપીએ 28 સીટો જીતીને 25 સીટો જીતનારી બીજેપી સાથે ગઠબંધન સરકાર બનાવી હતી. આ સરકાર બનાવ્યા બાદ લોકો પીડીપીનો એ દગો આજે પણ નથી ભુલ્યા. હવે સ્થિતી એ છે કે કાશ્મીરમાં પીડીપી સિંગલ ડિઝીટ માં પહોંચી ગઈ છે.
હરિયાણામાં જેજેપીને લોકોનો જાકારો
209 ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપી વિરૂદ્ધ મત માંગીને 10 સીટો જીતનારી જેજેપીએ મતદારો સાથે દગો કરીને બીજેપી સાથે ગઠબંધન કરીને સરકારમાં ભાગીદારી કરી હતી.
જેજેપીના આ પગલાનો જવાબ લોકોએ આપ્યો છે અને હરિયાણામાં જેજેપી હવે માંડ 2-3 સીટો જીતતી જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા જેજેપી સરકારમાંથી અલગ થઈ ગઈ હોવા છત્તા લોકોએ તેને જાકારો આપી દીધો છે.
વાત અહીં નથી અટકતી. મતદારો આ બન્ને પાર્ટીઓથી એટલા નારાજ છે કે તેમના રાજકિય ભવિષ્ય પર ગંભીર પ્રશ્નો સર્જાયા છે. એક સમયે કાશ્મીરની મુખ્ય પાર્ટી ગણાતી પીડીપી જનાધાર ગુમાવી ચુકી છે તો હરિયાણામાં ખેડૂતોની પાર્ટી ગણાતી જેજેપીને સૌથી વધુ વિરોધ ખેડૂતો જ સહન કરવો પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
