For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exit Poll:ગુજ.માં BJPની સરકાર,હિમાચલમાં કોંગ્રેસની હાલત કથળી

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017 એક્ઝિટ પોલ ભાજપ અને કોંગ્રેસને મળશે કેટલી બેઠકો ભાજપના જીતવાની સંભાવના વધુ

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ ગુજરાતની સાથે-સાથે હિમચાલ પ્રદેશના એક્ઝિટ પોલના આંકડાઓ પણ સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બરના રોજ 68 બેઠકો પર 74 ટકા મતદાન થયું હતું. ભાજપના ઉમેદવાર હતા પ્રેમ પ્રકાશ ધૂમલ. વર્તમાન સમયમાં રાજ્યની 68 બેઠકોમાંથી 36 કોંગ્રેસ અને 27 ભાજપ પાસેછે. અન્ય પાંચ બેઠકો પર અપક્ષ ઉમેદવારો છે. વર્તમાન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ પર ભ્રષ્ટાચારના આરોપો છે. મતદાન પહેલાં કરવામાં આવેલ સર્વેમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે, કોંગ્રેસના હાથમાંથી સત્તા જઇ શકે છે અને ભાજપને પૂર્ણ બહુમત મળવાની શક્યતા વ્યક્ત થઇ હતી. હવે એક્ઝિટ પોલના આકંડાઓ શું કહે છે, એ વાંચો અહીં...

himahal exit poll

હિમાચલ પ્રદેશ ચૂંટણી 2017

Axis My India @IndiaToday Poll અનુસાર, ભાજપને 47થી 55 બેઠકો મળવાનું અનુમાન છે. કોંગ્રેસના ફાળે 13થી 20 અને અન્યોના ખાતામાં 0થી 2 બેઠકો આવી શકે છે. કાંગડામાં ભાજપને 21 બેઠકો મળી શકે છે અને કોંગ્રેસને માત્ર 4 બેઠકોથી જ સંતોષ માનવો પડે એવી શક્યતા છે. એબીપી ન્યૂઝ-સીએસડીએસ-લોકનીતિના ચૂંટણી સર્વેમાં હિમાચલ પ્રદેશમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવે એવી આશા છે. આ સર્વે અનુસાર, કોંગ્રેસને 68માંથી 29 અને ભાજપને 38 બેઠકો મળવાની આશા છે. અન્યોના ખાતામાં 0થી 1 બેઠક મળવાની આશા છે. ન્યૂઝ 24 ટુડેઝ ચાણક્ય સર્વે અનુસાર, હિમાચલમાં ભાજપને 55 બેઠકો અને કોંગ્રેસને 13 બેઠકો મળી શકે છે. ઇન્ડિયા ન્યૂઝ સીએનએક્સ સર્વે અનુસાર, ભાજપને 44થી 55 બેઠકો, કોંગ્રેસને 18થી 24 અને અન્યોને 2 બેઠકો મળી શકે છે. અહીં ભાજપનો વોટ શેર 50 ટકા અને કોંગ્રેસનો 41 ટકા રહેવાની શક્યતા છે. તો ન્યૂઝ નેશનના સર્વે અનુસાર, ભાજપને 48, કોંગ્રેસને 42 અને અન્યોને 10 બેઠકો મળવાની શક્યતા છે.

ગુજરાત ચૂંટણી 2017

ગુજરાતમાં પણ મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાના સંકેતો આપવામાં આવી રહ્યાં છે. એબીપી-સીએસડીએસના સર્વે અનુસાર, ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાની સબળ સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મળીને ભાજપને 93 બેઠકો, કોંગ્રેસને 48 બેઠકો મળી રહી છે. Axis My India @IndiaToday Poll અનુસાર ભારતીય જનતા પાર્ટીને 47થી 55 બેઠકો મળવાનું અનુમાન છે, કોંગ્રેસને 13થી 20 બેઠકો અને અન્યોના ખાતામાં 0થી 2 બેઠકો મળવાની સંભાવના છે. IndiaTV-VMR Exit Pollના અનુમાન અનુસાર ભાજપ 104થી 114 બેઠકો જીતી પોતાનું સ્થાન જાળવી રાખશે, કોંગ્રેસને 65થી 75 બેઠકો મળશે અને અન્યોને માત્ર 2થી 4 બેઠકો મળશે. દ.ગુજરાતમાં ભાજપને 24-30 અને કોંગ્રેસને 6-8 બેઠકો મળી શકે છે. ટાઇમ્સ નાઉ-વીએમઆરના એક્ઝિટ પોલ અનુસાર, 182માંથી ભાજપને 109 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 70 બેઠકો આવે એવું બને. અન્યોને 3 બેઠકો મળશે. ન્યૂઝ ટુડે ચાણક્યના એક્ઝિટ પોલ અનુસાર પણ ભાજપના ખાતામાં જ સૌથી વધુ બેઠકો જાય છે. આ અનુમાન અનુસાર, ભાજપના ફાળે 135 અને કોંગ્રેસના ફાળે 47 બેઠકો જશે.

English summary
Himachal Pradesh Assembly Election 2017 Exit Polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X