For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exit Polls: બિહારમાં કોણ મારશે બાજી?

|
Google Oneindia Gujarati News

બિહાર વિધાનસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન સંપન્ન થઇ ચૂક્યું છે. છેલ્લા તબક્કામાં રેકોર્ડ બ્રેક 60 જેટલુ મતદાન થયુ છે. અને હવે જનાદેશનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે. નેતાથી માંડીને બિહારની જનતા, અને દેશભરના લોકોની નજર પણ હવે બિહારના જનાદેશ પર મંડાયેલી છે. દરેકને જાણવાની ઉત્સુક્તા છેકે બિહારમાં કોનો જાદુ ચાલ્યો, નરેન્દ્ર મોદી કમળ ખીલવવામાં સફળ બનશે કે પછી નિતીશ-લાલુની જોડી મેદાન મારશે.

આ સિવાય પણ બિહાર વિધાનસભા ચૂંટણી અનેક મુદ્દાઓને લઇને ખાસ બની છે, કારણ કે બિહારમાં છેલ્લા ત્રણ દાયકામાં ભાજપ એકલા હાથે ક્યારેય સરકાર નથી બનાવી શકી. ત્યારે વર્ષ 2014થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે અવિરત વિજય રથ ચાલી રહ્યો છે. તેને રોકવામાં હવે બિહાર કારણ બને છેકે કેમ તે જાણવાની ઉત્સુક્તા રાજકીય ગલીઓમાં ઘણી છે. તો બિહાર ચૂંટણી નિતિશ કુમાર માટે અસ્તિત્વનો જંગ બની રહી છે. જોવાનું એ રહેશે કે બિહારમાં એક સમયે જેમનો દબદબો હતો તેવા લાલુ પ્રસાદ યાદવને પ્રજાએ કમબેક કરવાની તક આપી છે કે નહીં. ખેર આ બધા જ મુદ્દાઓની ચર્ચા હાલમાં રાજકીય ગલીઓમાં તેમજ ચોરેને ચોકે ચાલી રહી છે. ત્યારે પરિણામોની આડે માત્ર હવે બે દિવસ જ બાકી રહ્યાં છે.

જાણો: બિહાર ચૂંટણી દરમ્યાન શું શું ઝડપાયુ !

છેલ્લા ચરણમાં બિહારની જનતાએ બંપર મતદાન કરીને દરેક પાર્ટીઓના સમીકરણો બદલી નાખ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીનું પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ વિવિધ એક્ઝીટ પોલ્સના પરિણામો આવવાની શરૂઆત થઇ ગઇ છે. વિવિધ પોલ્સ મુજબ બિહારમાં કોની સરકાર બનશે તે સ્પષ્ટ નથી થઇ રહ્યું તો, કોઇ એક્ઝીટ પોલ ફરી એકવખત બિહારમાં નિતીશ કુમારની સરકાર બનશે તેવા સમીકરણો બતાવી રહ્યાં છે, તો કોઇક એક્ઝીટ પોલમાં ભાજપ અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

ખેર, એક્ઝીટ પોલ્સ માત્ર અનુમાનના આધારે રચાતા સમીકરણો હોય છે, પણ જનતાએ શું જનાદેશ કર્યો છે, તે તો 8મી તારીખે સ્પષ્ટ થઇ જશે, અને સાથે જ બિહારમાં મુખ્યપ્રધાનની ખુરશી પર આગામી પાંચ વર્ષ માટે કોનો રાજ્યાભિષેક કરવામાં આવશે તે ચિત્ર પણ સ્પષ્ટ થઇ જશે.

ત્યારે 8મી તારીખે પરિણામો જાહેર થાય તે પહેલા વિવિધ એક્ઝીટ પોલ્સ શું કહી રહ્યાં છે. આવો જાણીએ.

આજ તક ન્યૂઝ ચેનલના Exit Poll

આજ તક ન્યૂઝ ચેનલના Exit Poll

આજતક ન્યૂઝ ચેનલના Exit Poll પર નજર નાખીએ તો
મહાગઠબંધનને 117 બેઠકો
NDAને 120 બેઠકો
અન્યને 6 બેઠકો

ઇન્ડિયા ટુડે સિસેરોના Exit Poll

ઇન્ડિયા ટુડે સિસેરોના Exit Poll

NDA 113-127
મહાગઠબંધન 111-123
અન્ય 4-8

ન્યૂઝ નેશન્સ Exit Polls

ન્યૂઝ નેશન્સ Exit Polls

NDA 115-119
મહાગઠબંધન 120-124

ટાઇમ્સ નાઉ- સી વોટર

ટાઇમ્સ નાઉ- સી વોટર

NDA 111
મહાગઠબંધન 122
અન્ય 10

સી વોટર અને ઇન્ડિયા ટીવીના Exit Polls

સી વોટર અને ઇન્ડિયા ટીવીના Exit Polls

NDA 101-121
મહાગઠબંધન 112-132
અન્ય 6-14

English summary
Exit Polls Result of bihar assembly elections 2015. See which party leading to make government in bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X