• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિકાસ દુબેના એન્કાઉન્ટર સમયે શું શું થયુ, નજરે જોનારાએ કહાની જણાવી

|

નવી દિલ્હીઃ કાનપુરમાં 3 જુલાઇના રોજ આઠ પોલીસ કર્મચારીઓની હત્યા કરનાર કુખ્યાત હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને સાત દિવસ બાદ એટલે કે 10મી જુલાઇએ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો. જો કે આ એન્કાઉન્ટરને લઇ કેટલાય પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લખી રહેલા લોકોનું કહેવું છે કે જ્યારે વિકાસ દુબેએ ખુદ સરેન્ડર કર્યું તો પછી તે ભાગવાની કોશિશ શા માટે કરત? આ ઉપરાંત વિકાસ દુબેને કાનપુર લાવવામાં આવતી વખતે રસ્તામાં ગાડી બદલવાને લઇને પણ યુપી પોલીસ સવાલોના ઘેરામાં ફસાઇ ગઇ છે. જ્યારે મામલામાં હવે ઘટના સમયે હાજર સાક્ષીઓએ એન્કાઉન્ટરનો આંખે જોયેલો હાલ જણાવ્યો.

પોલીસે અમને પાછા મોકલી દીધા

પોલીસે અમને પાછા મોકલી દીધા

ન્યૂજ એજન્સી એએનઆઇ મુજબ ઘટના સમયે ત્યાંથી પસાર થઇ રહેલ આશીષ પાસવાન નામના શખ્સે કહ્યું, 'એ સમયે અમે અમારા ઘરેથી પાછા આવી રહ્યા હતા ત્યારે જ અચાનક ગોળી ચાલવાનો અવાજ સાંભળ્યો. જ્યારે જોવા માટે અમે આગળ વધ્યા તો પોલીસે અમને પાછા મોકલી દીધા.' ઉલ્લેખનીય છે કે જ્યાં આ ઘટના બની તે જગ્યા કાનપુર શહેરથી એક કલાકની દૂરી પર છે.

બધા હોસ્પિટલે ગયા, પોતાની ગાડીમાં જ મોકલ્યા

બધા હોસ્પિટલે ગયા, પોતાની ગાડીમાં જ મોકલ્યા

ઘટના સ્થળે હાજર લોકોને જ્યારે પૂછવામા આવ્યું કે શું ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી હતી, જેના જવાબમાંએક યુવકે જણાવ્યું કે, બધા હસ્પિટલે ગયા, પતાની ગાડીમાં જ મોકલ્યા. જણાવી દઇએ કે વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પકડ્યો હતો. વિકાસ દુબે પકડાયા બાદ મધ્ય પ્રદેશ પોલીસે તેને યુપી એસટીએફને સોંપી દીધો હતો. મામલાની જાણકારી આપતાં કાનપુર પશ્ચિમના એસપીએ જણાવ્યું કે પોલીસ અને એસટીએફ ટીમ વિકાસને લઇ પરત ફરી રહી હતી કે ત્યારે જ કાનપુર નગર ભૌંતી પાસે પોલીસની ગાડીનો અકસ્માત થઇ ગયો હતો.

ગાડી પલટવા સમયે પિસ્તોલ છીનવી

ગાડી પલટવા સમયે પિસ્તોલ છીનવી

કાનપુર પશ્ચિમનાએસપી મુજબ ગાડી પલટી તે દરમિયાન વિકાસ દુબેએ એક પોલીસ કર્મીની પિસ્તોલ છીનવી લીધી અને પોલીસવાળાઓ પર ફાયરિંગશરૂ કરી દીધુ. પોલીસ ટીમે વિકાસને ચેતવણી આપીકે તે સરેન્ડર કરી દે, પરંતુ તે માન્યો નહિ. વિકાસે ફાયરિંગ કર્યા બાદ પોલીસે પણ આત્મરક્ષામાં ગોળી ચલાવી અને વિકાસ દુબે ઘાયલ થઇ ગયો. જે બાદ તેને હોસ્પિટલે લઇ જવામાં આવ્યો જ્યાં તબીબોએ તેને મૃત ઘોષિત કરી દીધો.

12 વોન્ટેડ બદમાશ હજી પણ ફરાર

12 વોન્ટેડ બદમાશ હજી પણ ફરાર

આ સમગ્ર મામલાને લઇ જાણકારી આપતા યુપીના એડીજી પ્રશાંત કુમારે જણાવ્યું કે, ઘટના દરમિયાન ત્રણ સબ ઇન્સપેક્ટર, એક કોન્સ્ટેબલ અને એસટીએફના બે કમાંડો ઘાયલ થયા છે. આ કેસમાં અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, 6 આરોપી ઠાર મરાયા છે અને આપીસીની કલમ 120 બી અંતર્ગત 7 લોકોને જેલ મોકલી આપવામાં આવ્યા છે. હજી પણ 12 વોન્ટેડ બદમાશ ફરાર ચાલી રહ્યા છે.

ફરીદાબાદથી ઉજ્જૈન પહોંચ્યો વિકાસ

ફરીદાબાદથી ઉજ્જૈન પહોંચ્યો વિકાસ

જણાવી દઇએ કે અગાઉ મંગળવારે વિકાસ દુબે એક હોટલમાં જોવા મળ્યો હતો. જો કે પલીસ ત્યાં પહોંચે તે પહેલા જ તે ફરાર થઇ ગયો હતો, પરંતુ અહીંથી મળેલા સબૂતોના આધારે યુપી એસટીએફે તેનો જમણો હાથ મનાતો અમર દુબેને હમીરપુરમાં ઠાર માર્યો. અમર દુબેને વિકાસ દુબેનો પર્સનલ બોડીગાર્ડ પણ માનવામાં આવતો હતો. આ ઉપરાંત વિકાસ દુબેના નજીકના અન્ય 25 હજારના ઇનામી બદમાશ શ્યામૂ બાજપેયીને પણ પોલીસે દબોચી લીધો.

અખિલેશ યાદવે યોગી સરકારને ઘેરી

અખિલેશ યાદવે યોગી સરકારને ઘેરી

બીજી તરફ આ એન્કાઉન્ટરને લઇ વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે. સપા અધ્યક્ષ અને યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે ટ્વીટ કરતાલખ્યું, 'હકીકતમાં કાર નથી પલટી, રાજ ખુલવાથી સરકાર પલટવાથી બચાવી છે.' અગાઉ ગુરુવારે જ્યારે વિકાસ દુબેને પકડવામાં આવ્યો હતો ત્યારે અખિલેશ યાદવે તેમાં મિલીભગતની આશંકા જતાવી હતી. અખિલેશે ટ્વીટ કરતા લખ્યું હતું કે, 'સમાચાર મળી રહ્યા છે કે કાનપુર કાંડનો મુખ્ય આરોપી પોલીસની કસ્ટડીમાં છે. જો આ સત્ય હોય તો સરકાર સ્પષ્ટ કરે કે આ આત્મસમર્પણ છે કે ધરપકડ. સાથે જ તેના મોબાઇલની CDR જાહેર કરે જેનાથી સાચી મિલીભગતનો ભાંડાફોડ થઇ શકે.'

ભારે વરસાદના કારણે દ્વારકા નગરી ડૂબી પાણીમાં, 1નુ મોતભારે વરસાદના કારણે દ્વારકા નગરી ડૂબી પાણીમાં, 1નુ મોત

English summary
explained in gujarti, what happen during vikas dubey's encounter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X