પશ્ચિમ બંગાળમાં ભાજપ સાંસદ અર્જૂન સિંહના ઘરની બહાર બૉમ્બ વિસ્ફોટ, રાજ્યપાલે કાયદો-વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અર્જૂન સિંહના ઘરની બહાર બૉમ્બ વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે.

કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અર્જૂન સિંહના ઘરની બહાર બૉમ્બ વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેએ એક વાર ફરીતી પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યપાલે ટ્વિટ કરીને તેના પર ચિંતા વ્યક્ત કરીને કહ્યુ કે જાણીજોઈને હિંસાનો દોર પશ્ચિમ બંગાળમાં ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. આજે સવારે સાંસદ અર્જૂન સિંહના ઘરની બહાર બૉમ્બ વિસ્ફોટની ઘટના રાજ્યમાં કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતાનો વિષય છે. આશા છે કે પશ્ચિમ બંગાળની પોલિસ આ મામલે ત્વરિત કાર્યવાહી કરશે.

jagdeep

વધુમાં રાજ્યપાલ જગદીપ ધનખડેએ કહ્યુ કે જ્યાં સુધી અર્જૂન સિંહની સુરક્ષાનો સવાલ છે ત્યાં સુધી આ મુદ્દો પહેલા જ મમતા બેનર્જી સામે ઉઠાવવામાં આવી ચૂક્યો છે. વિસ્ફોટ બાદ ઘટના સ્થળે પોલિસની ટીમ પહોંચી અને તપાસ શરૂ કરી. આ વિસ્ફોટ પાછળ કોણ હતુ તે હજુ સુધી જાણી શકાયુ નથી. પોલિસ ગુનેગારોની ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે. પોલિસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અર્જૂન સિંહના ઘરની બહાર બૉમ્બથી હુમલો કરવામાં આવી ચૂક્યો છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા પણ અર્જૂનસિંહના ઘરની બહાર માર્ચ મહિનામાં બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક બાળક સહિત ત્રણ લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા હતા. અર્જૂન સિંહ બૈરકપુરથી ભાજપના સાંસદ છે. તેમના ઘરની પાસે 18 નંબરની ગલી પાસે આ વિસ્ફોટ થયો હતો. લગભગ 15 જગ્યાએ બૉમ્બથી હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલા બાદ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે ટીએમસી પર આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ ક ટીએમસીના ગુંડાઓએ આ હુમલા કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X