For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુષ્મા સ્વરાજે શરૂ કર્યો પોલ, ‘શું આ પ્રકારના ટ્રોલિંગને મંજૂરી છે?'

વિદેશ મંત્રી સુષ્મા જેમને છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખાસ કરીને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેમણે એક ઓનલાઈન પોલ શરૂ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

વિદેશ મંત્રી સુષ્મા જેમને છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખાસ કરીને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેમણે એક ઓનલાઈન પોલ શરૂ કર્યુ છે. સુષ્માએ ટ્વિટર પર શરૂ કરેલ આ સર્વેમાં સોશિયલ મીડિયા યુઝર્સને પૂછ્યુ છે કે, "શું તે આ પ્રકારના ટ્રોલિંગને મંજૂરી આપે છે." રવિવારે સાંજ સુધીમાં 11 હજારથી વધુ લોકોએ આ સર્વેમાં ભાગ લીધો અને પોતાનો જવાબ આપ્યો. જ્યાં 57 ટકા લોકોએ સુષ્માનું સમર્થન કર્યુ તો 43 ટકા લોકો ટ્રોલ્સ પક્ષમાં જોવા મળ્યા.

sushma swaraj

સુષ્માના પતિએ આપ્યો જવાબ

કેટલાય દિવસો સુધી ચાલેલી ટ્રોલિંગ બાદ મામલો રવિવારે ત્યારે આગળ વધ્યો જ્યારે સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે એક ટ્વિટર યુઝરના એક પોસ્ટનું સ્ક્રીન શોટ ટ્વિટ કર્યુ. આ યુઝરે સુષ્માના પતિને કહ્યુ હતુ કે તે તેમની (સુષ્મા) ની પિટાઈ કરે અને તેમને મુસ્લિમ તુષ્ટીકરણ ન કરવા અંગે શીખવાડે. લખનઉના દંપત્તિને અપમાનિત કરવાના મામલામાં લખનઉ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રના અધિકારી વિકાસ મિશ્રાની બદલીના એપિસોડમાં પોતાની સામે કરાઈ રહેલા અપમાનજનક ટ્વિટમાંથી અમુકને સુષ્મા રિટ્વિટ કરી રહ્યા છે. સુષ્માએ શનિવારે રાતે ટ્વિટર સર્વે શરૂ કર્યો હતો અને લોકોને પૂછ્યુ હતુ કે શું આ પ્રકારની ટ્રોલિંગ યોગ્ય છે. તેમણે ટ્વિટ કર્યુ, "મિત્રો, મે અમુક ટ્વિટ લાઈક કર્યા છે અને આ છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહ્યુ છે. શું તમે આવા ટ્વિટને મંજૂરી આપો છો.?"

સુષ્માના ટ્રોલિંગથી દુઃખી પતિ

બીજી તરફ સુષ્માના ટ્રોલિંગથી દુઃખી પતિ સુષ્મા પર મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ લગાવનાર વ્યક્તિને જવાબ આપતા પતિ સ્વરાજ કૌશલે કહ્યુ કે આ પ્રકારના શબ્દોએ તેમના પરિવારને અસહનીય દુઃખ આપ્યુ છે. સુષ્માના પતિ સ્વરાજ કૌશલે ટ્વિટ કર્યુ, "તમારા શબ્દોએ અમને અસહનીય દુઃખ આપ્યુ છે. તમને એક વાત જણાવી દઉ કે 1993 માં મારી મા નું કેન્સરથી નિધન થઈ ગયુ. સુષ્મા એક સાંસદ અને પૂર્વ શિક્ષા મંત્રી હતા. તે એક વર્ષ સુધી હોસ્પિટલમાં રહ્યા. તેમણે મેડીકલ એટેન્ડન્ટ લેવાનો ઈનકાર કરી દીધો અને મારી મરતી મા ની જાતે સારસંભાળ કરી. જાણીતા વકીલ સ્વરાજ કૌશલે કહ્યુ, "પરિવાર પ્રત્યે તેમનું (સુષ્માનું) આ પ્રકારનું સમર્પણ છે. મારા પિતાની ઈચ્છા અનુરૂપ તેમણે મારા પિતાની ચિતાને મુખાગ્નિ આપી. મહેરબાની કરીને તેમના માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ ન કરો. અમે કાયદો અને રાજકારણમાં પ્રથમ પેઢી છીએ. અમે તેમના જીવનથી વિશેષ કોઈ બીજી વસ્તુ માટે પ્રાર્થના નથી કરતા. મહેરબાની કરીને પોતાની પત્નીને મારા તરફથી અગાધ સમ્માનથી અવગત કરાવો." વિદેશ મંત્રી સુષ્માએ પણ તે વ્યકિતના કેટલાક ટ્વિટને રીટ્વિટ કર્યા હતા.

English summary
External Affairs Minister Sushma Swaraj conducted a poll on Twitter asking users if they approve such trolling
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X