For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ આજે યુપીમાં ભારે વરસાદની આશંકા, દિલ્હી-એનસીઆરમાં ઓરેન્જ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી-એનસીઆરમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. વળી, આવતા 24 કલાક દરમિયાન પશ્ચિમ યુપીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી-એનસીઆરમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. વળી, આવતા 24 કલાક દરમિયાન પશ્ચિમ યુપીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગનું કહેવુ છે કે પશ્ચિમ યુપીમાં આજે મધ્યમથી ભારે વરસાદ થશે એટલા માટે આવતા 24 કલાકના ભારે વરસાદને તેમણે ' સતર્ક રહો' શ્રેણીમાં રાખ્યુ છે. વિભાગ અનુસાર દક્ષિણ ઉત્તરપ્રદેશના મધ્ય ભાગો અને તેની આસપાસના પ્રદેશનો ઓછા દબાણનું ક્ષેત્ર બન્યુ છે જેના કારણે વરસાદ પડી રહ્યો છે.

rain

આ ઉપરાંત હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાના, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલપ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગો, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં ઠેર-ઠેર ભારે વરસાદ થવાના અણસાર છે. તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર પર પશ્ચિમી વિક્ષેપ પણ સક્રિય છે. આ સિસ્ટમથી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપશ્ચિમી મધ્યપ્રદેશમાં બે દિવસ સુધી ભારે વરસાદ થવાની આશંકા છે.

rain

તમે સેટેલાઈટ ઈમેજ દ્વારા વાદળોની યથાસ્થિતિનો તાગ મેળવી શકો છો. આ ફોટા ભારતીય હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં પશ્ચિમી ઉત્તરપ્રદેશમા સામાન્યથી 44 ટકા વધુ વરસાદ થયો છે જ્યારે પૂર્વ યુપીમાં સામાન્યથી 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે. યુપીમાં વરસાદથી અનાજની ખેતીને રાહત મળી છે.

English summary
Extremely heavy rains at isolated places very likely over West Uttar Pradesh,Delhi and NCR.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X