For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ સુરક્ષિત બનશે આધાર કાર્ડ, ફેસ સ્કેન કરાવવું બન્યું જરૂરી

આધાર કાર્ડને વધુ મજબૂત બનાવવા માટે UIDAIએ વધુ એક નિર્ણય લીધો છે, હવે આધાર કાર્ડ બનાવતી વખતે ચહેરાની ઓળખાણ કરવી જરૂરી બનાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આધાર કાર્ડને વધુ મજબૂત બનાવવા માટે UIDAIએ વધુ એક નિર્ણય લીધો છે, હવે આધાર કાર્ડ બનાવતી વખતે ચહેરાની ઓળખાણ કરવી જરૂરી બનાવી દીધી છે. એટલે કે આધાર બનાવતી વખતે ફિંગર પ્રિન્ટ અને આઈ સ્કેનરની સાથે ચહેરાને પણ સ્કેન કરવામાં આવશે. જણાવી દઈએ કે સિમ કાર્ડ લેવા માટે, બેંક ખાતું ખોલાવવા સહિતની સેવાઓ માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે, હાલ UIDAIએ આધારને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. આ પણ વાંચો- આધાર બિલકુલ સુરક્ષિત, પરંતુ સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવું: UIDAI

તમામ સેન્ટરને મોકલવામાં આવ્યું સર્ક્યુલર

તમામ સેન્ટરને મોકલવામાં આવ્યું સર્ક્યુલર

અગાઉ આધાર બનાવનારની આંખની કીકી અને આંગળીઓના નિશાન સ્કેન કરવામાં આવતાં હતાં, જો કે હવે તેની સાથોસાથ ચહેરાને પણ સ્કેન કરવામાં આવશે. આ નિયમને લાગુ કરવા માટે UIDAIએ એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રને તમામ ઑથેન્ટિકેશન યૂઝર એજન્સીઓ અને સર્ટિફાઈડ બાયોમેટ્રિક ડિવાઈસ પ્રોવાઈડર્સ પાસે મોકલી આપવામાં આવ્યું છે.

ચહેરાને સ્કેન કરવો જરૂરી

ચહેરાને સ્કેન કરવો જરૂરી

નવું ફીચર સામેલ કર્યા બાદ હવે આધાર કાર્ડ બનાવતી વખતે ચહેરાને સ્કેન ન કરાવવાને ગુનો માનવામાં આવશે અને આધાર એક્ટ 2016ના સેક્શન 42 અને 43 અંતર્ગત દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. UIDAIએ આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે લોકોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે આ ફીચરનો ઉપયોગ કરવો જરૂરી છે.

આ કારણે આવ્યું નવું ફીચર

આ કારણે આવ્યું નવું ફીચર

UAIDAના સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે એવા કેટલાય ઉદાહરણ સામે આવ્યા હતા જેમાં લોકોના ફિંગર પ્રિન્ટ કોઈ કારણોસર બદલાઈ ગયાં હોય. કૃષિ અને મજૂરી સાથે જોડાયેલા તમામ લોકોના ફિંગર પ્રિન્ટ બદલાઈ ગયાં, જેના કારણે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ નવું ફીચર ઉમેરાયા બાદ આવા પ્રકારની તમામ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે.

ફેસ સ્કેન કરાવવું બન્યું જરૂરી

ફેસ સ્કેન કરાવવું બન્યું જરૂરી

નવું સિમ કે ડુપ્લિકેટ સિમ ખરીદતી વખતે, બેંક ખાતાની ચકાસણી અને સરકારી ઑફિસમાં હાજરી આપવા માટે ચહેરાને સ્કેન કરવામાં આવશે. દરેક વખતે તમે સર્વિસનો ઉપયોગ કરશો ત્યારે ચહેરાને સ્કેન કરવામાં આવશે. હાલ તમારે સિમ લેવા માટે ચહેરાને સ્કેન કરાવવો પડશે, 15 સપ્ટેમ્બરથી આ નિયમ લાગુ થઈ રહ્યો છે. UIDAI તરફથી કહેવામાં આવ્યું છે કે આ ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેનાથી તમારા વાળની સ્ટાઈલ કે દાઢીની સ્ટાઈલ બદલવા પર પણ સમસ્યા નહીં સર્જાય.

English summary
New feature of face recognition added to Aadhar it is must for all. UIDAI send circular to all the centers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X