For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે અસલી અને નકલી યુઝર વિશે ફેસબૂક જણાવશે

હાલમાં જ વહાર્ટસપ ઘ્વારા ફેક ન્યુઝ રોકવા માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. વહાર્ટસપનું આ નવું ફીચર મેસેજ પર 'Forwarded' લેબલ લગાવી દેશે, જેનાથી મેસેજ રિસીવ કરનારને ચેતવણી મળી જશે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

હાલમાં જ વહાર્ટસપ ઘ્વારા ફેક ન્યુઝ રોકવા માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. વહાર્ટસપનું આ નવું ફીચર મેસેજ પર 'Forwarded' લેબલ લગાવી દેશે, જેનાથી મેસેજ રિસીવ કરનારને ચેતવણી મળી જશે. આ રીતે ફેસબૂક પણ હવે ફેક એકાઉન્ટ માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર સોશ્યિલ મીડિયા કંપની આ જણાવવા માટે એક સિસ્ટમ ટેસ્ટ કરી રહી છે જે તમારા મેસેન્જર પ્લેટફોર્મ પર મેસેજ મોકલનારની ઓળખ કરશે.

ફેક યુઝરની સરળતાથી ઓળખ

ફેક યુઝરની સરળતાથી ઓળખ

ફેસબૂક ઘ્વારા આ ખબરની પુષ્ટિ કરતા જણાવવામાં આવ્યું કે કંપની પોતાના યુઝરને એવી સુવિધા આપવા જઈ રહી છે જેથી ફેક યુઝરની સરળતાથી ઓળખ થઇ શકે. તેના ઘ્વારા તે નકલી યુઝર પણ પકડમાં આવી જશે જેઓ ફેક આઈડી ઘ્વારા અસલી યુઝરના એકાઉન્ટ પર ગરબડી કરે છે.

ફેક મેસેજ આવતા જ વોર્નિગ આપવામાં આવશે

ફેક મેસેજ આવતા જ વોર્નિગ આપવામાં આવશે

ફેસબૂક ઘ્વારા જણાવવામાં આવ્યું કે ખુબ જ જલ્દી આ સુવિધા યુઝરને આપવામાં આવશે. તેનાથી યુઝરને પોતાની ઓળખ પણ ગુપ્ત રાખવામાં મદદ મળશે. જો તમારા મેસેન્જર પર કોઈનો મેસેજ આવે છે અને તમે તેની સાથે ક્યારેય પણ ચેટ નથી કરી તો તેને લઈને એક વોર્નિગ આપવામાં આવશે. તે યુઝર વિશે વધારે જાણકારી આપવામાં આવશે જેવું કે તેની ક્યારે પ્રોફાઈલ બનાવી હતી, તે યુઝર મેસેન્જરનો ઉપયોગ કેવા પ્રકારે કરે છે અને તે કયા દેશનો રહેવાસી છે.

ફેસબૂક ખોટા યુઝરની ઓળખ કરશે

ફેસબૂક ખોટા યુઝરની ઓળખ કરશે

ફેસબૂક આ પ્રકારનું ટેસ્ટિંગ એટલા માટે કરી રહ્યું છે, સોશ્યિલ મીડિયા પર ખોટા અને ફેક યુઝર આઈડી ઘ્વારા બીજા યુઝરને પરેશાનીનો સામનો કરવો ના પડે. આ ટેસ્ટ સફળ થયા પછી ફેસબૂક બધા યુઝરને આ સુવિધા આપશે. આપણે જણાવી દઈએ કે હાલમાં મોટી સંખ્યામાં ફેસબૂક ફેક એક્ટિવ યુઝર છે.

English summary
facebook testing messenger feature to flag suspicious accounts, confirms report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X