For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંગલ લોકો માટે ફેસબુક લાવી રહ્યું છે ખાસ વિકલ્પ

ફેસબુકના સંસ્થાપક માર્ક ઝૂકરબર્ગ નવા યુઝર્સને પોતાની તરફ આકર્ષવા અને જૂના યુઝર્સને પોતાની સાથે જોડી રાખવા માટે નવી શરુઆત કરવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ફેસબુક ડેટા લીકને કારણે વિવાદોમાં રહ્યું તેના કારણે તેની લોકપ્રિયતામાં ઘણો ઘટાડો થઈ ગયો. જેના પગલાં રુપે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝૂકરબર્ગ નવા યુઝર્સને પોતાની તરફ આકર્ષવા અને જૂના યુઝર્સને પોતાની સાથે જોડી રાખવા માટે નવી શરુઆત કરવા જઈ રહ્યા છે. વાસ્વમાં ફેસબુક પર સિંગલ યુઝર્સની સંખ્યા ખૂબ મોટી છે. આવા યુઝર્સને આકર્ષવા માટે ફેસબુકના સંસ્થાપકે કહ્યું છે કે ફેસબુક પર 20 કરોડ એવા યૂઝર્સ છે કે જે સિંગલ છે જેમના માટે અમારે કંઈક કરવાની જરુરત છે.

ગોપનીયતાનો રાખવામાં આવશે ખ્યાલ

ગોપનીયતાનો રાખવામાં આવશે ખ્યાલ

ફેસબુક પર મોટી સંખ્યામાં સિંગલ લોકોને જોતા હવે ઝૂકરબર્ગ ડેટિંગ ફિચર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આની જાણકારી આપતા ઝૂકરબર્ગે કહ્યું કે આના માટે ગોપનીયતા અને સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફેસબુક ડેટા લીક અને પ્રાઈવસીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જેના કારણે ફેસબુકની આલોચના થઈ રહી છે. એટલા માટે ફેસબુક પોતાના યુઝર્સની સુરક્ષાનો સતત ખ્યાલ રાખી રહ્યું છે.

ટિંડરથી અલગ હશે

ટિંડરથી અલગ હશે

ઝૂકરબર્ગે કહ્યું કે ફેસબુક યુઝર્સને ડેટ કરવાની સલાહ નહિ આપે કારણકે આ ફિચર પહેલેથી જ ટિંડર જેવા એપ પર છે. જો કે ઝૂકરબર્ગે હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યુ કે તે ફેસબુક પર સિંગલ યુઝર્સ માટે કયો નવો રસ્તો શોધી રહ્યું છે. જો કે એક વાત સ્પષ્ટ છે કે સુરક્ષા ફિચર્સના મુદ્દે ઝૂકરબર્ગ કોઈ જોખમ લેવા તૈયાર નથી. ફેસબુક પોતાના યુઝર્સને આના માટે જ સર્ચ હિસ્ટ્રી પણ ડિલીટ કરવાનો વિકલ્પ આપશે.

ડિલીટ કરી શકાય છે બ્રાઉઝીંગ હિસ્ટ્રી

ડિલીટ કરી શકાય છે બ્રાઉઝીંગ હિસ્ટ્રી

માર્ક ઝૂકરબર્ગે કહ્યું કે જો યુઝર્સ ઈચ્છે તો પોતાની સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરી શકે છે. પરંતુ આ સાથે તેમણે ચેતવ્યા પણ ખરા કે આમ કરવાથી યુઝર્સને એટલી સારી સુવિધા નહિ મળે કારણકે દર વખતે ફેસબુકને યુઝર્સની હિસ્ટ્રી યાદ રાખવાની રહેશે. ઝૂકરબર્ગે આ બધી વાતો એફ8 ડેવલપર્સની કોન્ફરન્સમાં કહી હતી. સાથે તેમણે એ પણ કહ્યું કે અમે પોર્ટેબલ હેંડસેટ પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. જેના દ્વારા વર્ચ્યુઅલ વર્લ્ડમાં મોટો બદલાવ આવશે.

English summary
facebook to launch dating feature and to give option to delete browsing history
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X