For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી આયોગને ફેસબુક-ટ્વિટરનું આશ્વાસન, 48 કલાક પહેલા રોકી દેવાશે પ્રચાર

ચૂંટણી આયોગે કહ્યુ છે કે સોશિયલ મીડિયા કંપનીઓ જેવી કે ટ્વિટર અને ફેસબુકે આશ્વાસન આપ્યુ છે કે પ્રચાર દરમિયાન ચૂંટણીને પ્રભાવિત કરનારી કોઈ પણ વસ્તુ માટે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ નહિ થવા દે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી આયોગે કહ્યુ છે કે સોશિયલ મીડિયા કંપનીઓ જેવી કે ટ્વિટર અને ફેસબુકે આશ્વાસન આપ્યુ છે કે પ્રચાર દરમિયાન ચૂંટણીને પ્રભાવિત કરનારી કોઈ પણ વસ્તુ માટે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ નહિ થવા દે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ પી રાવતે આ વાતની જાણકારી આપતા કહ્યુ કે કર્ણાટક ચૂંટણી દરમિયાન આનુ પરીક્ષણ પણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ લોકસભા ચૂંટણી પહેલા ચાર રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી દરમિયાન આને લાગુ કરવામાં આવશે.

ec

મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યુ કે ચૂંટણીને સોશિયલ મીડિયાથી બચાવવા માટે ચૂંટણી કમિશની એક સમિતિએ ટ્વિટર, ફેસબુક અને ગૂગલના રિજનલ અને લોકલ ચીફને બોલાવ્યા હતા અને તેમને એ સવાલ કર્યા હતા કે ચૂંટણીની શુદ્ધતા માટે તે શું કરી શકે છે. ત્યારબાદ તે બધાએ પ્રતિબદ્ધતા દર્શાવી કે પ્રચાર સમયગાળા દરમિયાન અને મતદાન સમાપ્ત થવાના 48 કલાક દરમિયાન તે એવી કોઈ વસ્તુ નહિ થવા દે જે આ પ્લેટફોર્મ્સ પર વિપરીત અસર કરતી હોય.

આ પણ વાંચોઃ પેટમાં થઈ રહી હતી પીડા, એક્સ-રે કરાવતા નીકળ્યો સ્ટીલનો ગ્લાસઆ પણ વાંચોઃ પેટમાં થઈ રહી હતી પીડા, એક્સ-રે કરાવતા નીકળ્યો સ્ટીલનો ગ્લાસ

આધારને મતદાર આઈડી સાથે જોડવાનું કમ થશે શરૂ

મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ પી રાવતે કહ્યુ કે મતદાર ઓળખ પત્ર (વોટર આઈડી) ને આધાર સાથે જોડવા અને ગુનેગારોને ચૂંટણી લડવાથી રોકવા માટેના ઉપાયો ઝડપી કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને લાગુ કરવા વિશે જણાવ્યુ કે ચૂંટણી કમિશનન સચિવાલયને કોર્ટના બંને ચુકાદાઓનું અધ્યયન કરવા માટે કહેવામાં આવ્યુ છે. વળી, વોટર આઈડીને આધાર સાથે જોડવાના સવાલ પર તેમણે કહ્યુ કે મામલો કોર્ટમાં હોવાના કારણે આ પ્રોજેક્ટ રોકવો પડ્યો હતો. હવે ચુકાદાના અધ્યયન બાદ કોર્ટના આદેશાનુસાર આને ફરીથી શરૂ કરવામાં આવી શકાશે.

આ પણ વાંચોઃ વિશાખાપટ્ટનમઃ ગાંધી જયંતિના એક દિવસ પહેલા તોડી 'બાપૂ' ની પ્રતિમાઆ પણ વાંચોઃ વિશાખાપટ્ટનમઃ ગાંધી જયંતિના એક દિવસ પહેલા તોડી 'બાપૂ' ની પ્રતિમા

English summary
Facebook, Twitter to help EC check fake news, Says OP Rawat Chief Election Commissioner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X