For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Facebook : ભારતમાં 12 મહિનામાં 50 ટકા યુઝર્સ વધ્યા

|
Google Oneindia Gujarati News

facebook
નવી દિલ્હી, 8 મે : ભારતમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના માસિક સક્રિય યુઝર્સનો આંક આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં વધીને 7 કરોડ 80 લાખ થયો છે. ગયા વર્ષની 31 માર્ચની સરખામણીમાં યુઝર્સની સંખ્યામાં 50 ટકાનો વધારો નોંધાયો છે.

ફેસબુક કંપનીએ યુએસ સિક્યૂરિટીઝ એક્સચેન્જ કમિશનમાં નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં યુઝર કાઉન્ટ સતત વધી રહ્યું હોવાથી વિશ્વસ્તરે ફેસબુકને સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ બનવામાં બળ પ્રાપ્ત થયું છે. વર્ષ 2013માં જાન્યુઆરી-માર્ચના પહેલા ક્વાર્ટરમાં ભારતમાં યુઝર બેઝનું વિસ્તરણ થયું છે. ગઈ 31 માર્ચના રોજ મન્થલી એક્ટિવ યુઝર્સના આંકમાં 1.11 અબજનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે ફેસબુક તેના વપરાશકારો ખાસ કરીને યુવા વર્ગને ધ્યાનમાં રાખીને નવી એપ્લિકેશન્સ અને ફીચર્સ સતત લાવતું રહે છે. જેમાં ફેસબુક જલ્દી જ પોતાના વપરાશકર્તાઓને ફ્રીમાં વોઇસ કોલ કરવાની સુવિધા આપવાની તૈયારીમાં છે. તેના માટે મેસેન્જર નવા ફિચર એડ કરવામાં આવશે. તેના માધ્યમથી પોતાના કોઇપણ ફેસબુક ફ્રેંડ સાથે વાત કરી શકશો, તે પણ કોઇપણ જાતના ખર્ચ વિના. વોઇસ ઓવર ઇન્ટરનેટ પોટોકોલ (વીઓઆઇપી) ટેક્નોલોજીથી ફ્રી ઇન્ટરનેટ કોલની આ સુવિધાની હાલમાં કેનેડામાં ટ્રાયલ ચાલી રહી છે. આ સુવિધા માટે ફેસબુક દ્રારા કોઇ ચાર્જ વસુલવામાં નહી આવે.

English summary
Facebook : User base grew 50 per cent in 12 months in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X