For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકપાલ સાથે જોડાયેલી આ વાતો જાણવી જરૂરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ડિસેમ્બરઃ લોકપાલ બિલ રાજ્યસભા અને લોકસભામાં પાસ થઇ ગયો છે. બન્ને સદનોની સહમતિથી પાસ થયા બાદ હવે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામા આવશે. ચાર દશકાથી લટકેલું લોકપાલ બિલ માત્ર 30 મીનિટમાં લોકસભામાં પાસ થઇ ગયું. રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જ હવે આ કાયદો બની જશે. લોકપાલ માટે વર્ષોથી લડી રહેલા અણ્ણા હઝારેએ પણ બિલ પાસ થતાં જ પોતાના અનશન ખતમ કરી દીધા.

અણ્ણા લોકપાલ બિલ પાસ થવાથી ખુશ છે, તો તેમના જૂના સાથી અરવિંદ કેજરીવાલ આ લોકપાલને જોકપાલ કહીં રહ્યાં છે. તેમના કહ્યાંનુસાર સરકાર આ બિલથી જનતાને ગુમરાહ કરી રહી છે. તેમનું કહેવું છે કે, જે જનલોકપાલ બિલ માટે અનશન કરવામાં આવ્યા હતા, તે આ નથી. કેજરીવાલના ખાસ અને આમ આદમી પાર્ટીના સક્રીય કાર્યકર્તા કુમાર વિશ્વાસે કહ્યું કે આ લોકપાલ બિલ દેશને વિકલાંગ બનાવી દેશે. તેનાથી માત્ર લાલુ યાદવ, માયાવતી અને મુલાયમ સિંહ યાદ જેવા લોકો ખુશ થઇ શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ અણ્ણાના આંદોલનની કેટલીક તસવીરોની સાથો-સાથ લોકપાલ બિલ સંબંધિત જરૂરી વાતો.

રાજ્યોમાં લોકાયુક્તની નિયુક્તિ અનિવાર્ય

રાજ્યોમાં લોકાયુક્તની નિયુક્તિ અનિવાર્ય

લોકપાલ બિલમાં રાજ્યોમાં આ બિલ સ્વયં પર લાગૂ કરવો કે નહીં તે નક્કી કરવાનો અધિકાર છે, જ્યારે સંશોધિત લોકપાલમાં લોકાયુક્તોને લોકપાલથી અલગ રાખવામાં આવ્યા છે. આ કાયદો લાગૂ થવાની સાથે જ તમામ રારજ્યો માટે લોકપાલ નિયુક્ત કરવા અનિવાર્ય થઇ જશે.

સભ્યોની પસંદગી

સભ્યોની પસંદગી

લોકપાલ બિલમાં સભ્યોની પસંદગી કમિટિમાં પ્રધાનમંત્રી, સ્પીકર, લોકસભામાં વિપક્ષ નેતા, મુખ્ય ન્યાયાધીશ અથવા તેમના દ્વારા નિયુક્ત કરવામાં આવેલા હાલના સુપ્રીમ કોર્ટના જજ અને રાષ્ટ્રપતિ દ્વાર પસંદ કરવામાં આવેલા મહત્વપૂર્ણ ન્યાયાધીશ સામેલ હોય છે. જ્યારે સંશોધિત લોકપાલ બિલમાં પ્રધાનમંત્રીની રિકમન્ડેશન પર રાષ્ટ્રપતિ દ્વારા સભ્ય મનોનીત કરવામાં આવશે. અન્ય સભ્યોમાં વિપક્ષના નેતા, બે સુપ્રીમ કોર્ટના જજો, બે હાઇકોર્ટના જજો, સીઇસી, કેગ હોઇ શકે છે.

તપાસનો વિસ્તાર વધ્યો

તપાસનો વિસ્તાર વધ્યો

લોકાયુક્ત ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ કોઇપણ મામલાની તપાસ કરી શકે છે અથવા કરાવી શકે છે, જો ફરિયાદ અથવા મામલો ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો હોય તો.

સાચા લોકપાલમાં આ મુદ્દે કોઇ ઉલ્લેખ નથી

સાચા લોકપાલમાં આ મુદ્દે કોઇ ઉલ્લેખ નથી

સાચા લોકપાલ બિલમાં આ મુદ્દે કંઇ કહેવામાં આવ્યું નથી, જ્યારે જનલોકપાલ બિલમાં સીબીઆઇને લોકપાલ હેઠળ લાવવામાં આવે તેવું જણાવાયું છે.

લોક સેવકોની સલાહ

લોક સેવકોની સલાહ

લોકપાલ બિલમાં આ અંગે કંઇ પણ કહેવામાં આવ્યું નથી, જ્યારે સંશોધિક લોકપાલ બિલમાં તપાસ શરૂ કરતા પહેલા લોક સેવકોની સલાહ લેવી બેજરૂરી ગણાવી છે. જો કે, કેબિનેટમાં આ માંગને ઠુકરાવી દેવામા આવી છે.

એનજીઓ, ધાર્મિક સંસ્થાન

એનજીઓ, ધાર્મિક સંસ્થાન

લોકપાલ બિલમાં તેને પરિઘિની અંદર લાવવામાં આવ્યું છે, જ્યારે જનલોકપાલ બિલમાં ચેરિટેબલ સંસ્થાઓને લોકપાલના દાયરામાં રાખવાની વાતો કરવામાં આવી છે.

લોકપાલ પાસે પોલીસ નહીં

લોકપાલ પાસે પોલીસ નહીં

સરકારી બિલમાં લોકપાલ પાસે પોલીસ શક્તિ નહીં હોય, જ્યારે જનલોકપાલ માત્ર ફરિયાદ જ નહીં નોંધાવી શકે પરંતુ તેની પાસે પોલીસ ફોર્સ પણ હશે.

અધિકારોની અછત

અધિકારોની અછત

સરકારી બિલમાં લોકપાલનો અધિકાર ક્ષેત્ર સાંસદ, મંત્રી અને વડાપ્રધાન સુધી સીમિત રહેશે,જ્યારે જનલોકપાલના દાયરામાં વડાપ્રધાન સહિત નેતા, અધિકારી, ન્યાયાધિશ પણ આવશે.

ધન પરત નહીં મળે

ધન પરત નહીં મળે

સરકારી લોકપાલ બિલમાં દોષીને છથી સાત મહિનાની સજા અને કૌભાંડનું ધન પરત લાવવાનું કોઇ પ્રાવધાન નથી. જ્યારે જનલોકપાલ બિલમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ ઉમર કેદની સજા થઇ શકે છે. સાતે જ દોષીઓ પાસેથી કૌભાંડના ધનની પણ ભરપાઇ કરવાનું પ્રાવધાન છે.

પાંચ વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી

પાંચ વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી

સરકારી લોકપાલ બિલ અનુસાર પદ છોડ્યાને પાંચ વર્ષ સુધી લોકપાલ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદના કોઇ સદન, કોઇ રાજ્ય વિધાનસભા અથવા નિગમ, પંચાયતના રૂપમાં ચૂંટણી નહીં લડી શકે.

English summary
India is finally on the verge of a strong anti corruption ombudsman with the Lok Sabha passing the Lokpal and Lokayuktas Bill. Following are the salient features of the amended Lokpal Bill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X