નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત રત્ન પરત કરશે ભૂપેન હજારિકાનો પરિવાર
નવી દિલ્હીઃ ભારત રત્નથી સન્માનિત ભૂપેન હજારિકાના પરિવારે સન્માન પરત કરવાનું એલાન કર્યું છે. ગાયક, સંગીતકાર અને ફિલ્મકાર ભૂપેન હજારિકાને 25 જાન્યુઆી 2019ના રોજ મરણોપરાંત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા, પરંતુ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં તેમના પરિવારે ભારત રત્ન સન્માન પરત કરવાનો નિર્ણય લીધો છે.
જણાવી દઈએ કે આ બિલને લઈ આસામમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. પાછલા કેટલાય દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ભૂપેન હજારિકાના પરિવારે સન્માન પરત કરવાનું એલાન કર્યું છે. જણાવી દઈએ કે ભૂપેન હજારિકાએ આસામ અને પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિ અને લોક સંગીતને દેશ-દુનિયા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભૂપેન હજારિકાને સંગીત અને આસામના વિકાસમાં યોગદાન માટે આ વર્ષે ભારત રત્ન સન્માનથી નવાજવામાં આ્યા હતા, પરંતુ હવે તેમના પરિવારે આ સન્માન પરત કરવાનું એલાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બિલ દ્વારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ગેરકાયદેસર યાત્રા દસ્તાવેજો વિના ભારત આવેલા અથવા કાયદેસર દસ્તાવેજોની સમય સીમા ખતમ થઈ ગઈ હોય તેમને ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા લાયક બનાવે છે.
CAGએ રાષ્ટ્રપતિને સોંપ્યો રાફેલ પર રિપોર્ટ, આજે સંસદમાં રજૂ થશે