જીવતા ભૂંજાયા એક જ પરિવારના ચાર સભ્યો, સુસાઈડ નોટમાં લૉકડાઉનને ગણાવ્યુ જવાબદાર
નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીના કારણે લૉકડાઉન દરમિયાન ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી. લૉકડાઉનથી પેદા થયેલ મુશ્કેલીઓના કારણે પંજાબના ફરીદકોટમાં આજે એક વ્યક્તિએ પોતાના જ પરિવારને જીવતા આગના હવાલે કરવા સાથે ખુદ પણ આત્મહત્યા કરી લીધી. પોલિસના જણાવ્યા મુજબ આ ઘટના ફરીદકોટમાં કલેર ગામની છે જ્યાં એક પરિવારે ખુદને આગના હવાલે કરી દીધુ. પોલિસને પરિવારના પ્રમુખ ધર્મપાલ દ્વારા લખવામાં આવેલ એક સુસાઈડ નોટ મળી જેમાં તેમણે જણાવ્યુ કે તે દેવામાં ડૂબેલા છે અને તે ચૂકવવામાં અસમર્થ છે.
શનિવારે થયેલી આ ઘટના બાદ જ કલેર ગામમાં સનસની ફેલાઈ છે. પોતાની સુસાઈડ નોટમાં 40 વર્ષીય ધર્મપાલે કોરોના વાયરસના કારણે લાગુ કરેલ લૉકડાઉન દરમિયાન પોતાની મુશ્કેલીઓને ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે 25 માર્ચે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ. ફરીદકોટે એસપી સેવા સિંહે મલ્હી, ધર્મપાલે સુસાઈડ નોટમાં જણાવ્યુ કે તેમને કોઈની પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા અને તેને પાછા આપવાના હતા. ધર્મપાલ પાસે ના તો 8 લાખ રૂપિયા હતા અને ના તે દેવુ ચૂકવી શકતો હતો.
ફરીદકોટના એસપી સેવા સિંહ મલ્હીએ મીડિયાને જણાવ્યુ કે પરિવારના પ્રમુખ ધર્મપાલે જ આત્મહત્યાનુ ષડયંત્ર રચ્યુ. મોડી રાતે જે રૂમમાં આખો પરિવાર સૂઈ રહ્યો હતો ત્યાં તે એક એલપીજી સિલિન્ડર લઈને ગયા, પથી રૂમને અંદરથી બંધ કરી દીધો. ત્યારબાદ ધર્મપાલે ખુદ પર અને અન્ય 3 સભ્યો પર 10 લીટર કેરોસીન છાંટી દીધુ. આ સિવાય તેમણે સિલિન્ડર પણ ખુલ્લુ મૂકી દીધુ અને પછી આગ લગાવી દીધી. એસપીના જણાવ્યા મુજબ થોડા સમયની અંદર જ આગની જ્વાળાઓએ આખા રૂમને પોતાની લપેટમાં લઈ લીધુ અને આખો પરિવાર જીવતો ભૂંજાઈ ગયો.
Navratri 2020: નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા