For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 કરોડના સુલતાનને હાર્ટ અટેક આવતાં મોત, દર વર્ષે કરોડોની કમાણી કરી આપતો હતો

પશુ પ્રેમીઓ માટે હરિયાણાના કૈથલથી દુખદ સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પશુ પ્રેમીઓ માટે હરિયાણાના કૈથલથી દુખદ સમાચાર સામે આવ્યા છે. હરિયાણા સહિત આખા દેશમાં પ્રસિદ્ધ સુલતાનનુ હાર્ટ અટેક આવતાં નિધન થયું છે. સુલ્તાન દેશ સહિત રાજ્યના પશુ મેળાની શાન હતો. રાજસ્થાનના પુષ્કરમાં યોજાતા પશુ મેળામાં સુલ્તાન (પાડા)ની બોલી કરોડોમાં લાગી ચૂકી હતી, પરંતુ તેના માલિકે તેને પોતાનાથી દૂર ના કરવાનો ફેસલો કર્યો, પરંતુ હવે સુલતાન પોતાના માલિકથી હંમેશા માટે દૂર ચાલ્યો ગયો છે. સુલતાનના મોત બાદ તેના માલિક નરેશ ખૂબ દુખી છે.

21 કરોડ રૂપિયાની બોલી લાગી હતી

21 કરોડ રૂપિયાની બોલી લાગી હતી

કેથલના બુઢાખેડા ગામના નરેશ બેનીવાલના ઘરમાં એ વખતે શોક છવાઈ ગયો જ્યારે 14 વર્ષના સુલતાન ઝોટાનુ અચાનક હાર્ટ એટેકથી મોત થઈ ગયુ. સુલતાનની આફ્રિકાના એક ખેડૂતો 21 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી પરંતુ તેના માલિક નરેશે તેને ન વેચ્યો. નરેશ, સુલતાનની બહુ દેખરેખ રાખતો હતો અને પોતાના પરિવારનો એક ભાગ માનતો હતો. રિપોર્ટની માનીએ તો સુલતાન લગભગ એક કરોડ રૂપિયા વાર્ષિક કમાણી કરીને આપતો હતો પરંતુ આજે તેના જવાથી તેના માલિક નરેશે કહ્યુ કે તેની લેણુ અમે જીવનભર નહિ ચૂકવી શકીએ.

સુલતાનના સીમનની ભારે ડિમાન્ડ હતી

સુલતાનના સીમનની ભારે ડિમાન્ડ હતી

મુર્રાહ નસલની ભેંસના સીમની ભારે ડિમાન્ડ હતી. હરિયાણા ઉપરાંત આખા દેશમાં તેના સીમનની માંગ હતી. નરેશના જણાવ્યા અનુસાર તેના સીમનથી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી થઈ જતી હતી. સુલતાન વર્ષમાં 30 હજાર સીમનનો ડોઝ આપતો હતો જેના એક ડોઝની કિંમત 306 રૂપિયા હતી. જેના દ્વારા તે લાખો રૂપિયાની કમાણી કરતો હતો. ત્યાં સુધી કે હિસારમાં રિસર્ચ સેન્ટરમાં પણ આવતા ખેડૂત તેના સીમનની માંગ કરતા હતા જેથી ફરીથી આવો જ એક સુલતાન તૈયાર કરી શકાય.

દેશભરના પશુ મેળમાં હતી સુલતાનની ધાક

દેશભરના પશુ મેળમાં હતી સુલતાનની ધાક

સુલતાનની ધાક માત્ર હરિયાણા-પંજાબમાં જ નહિ પરંતુ દેશભરના પશુ મેળામાં હતી. તે જ્યાં પણ જતો ત્યાંથી ચેમ્પિયનનો ખિતાબ લઈને પાછો કૈથલ આવતો હતો. તેની સુંદરતાનો કોઈ વિકલ્પ નહોતો. સુલતાન વર્ષ 2013માં રાષ્ટ્રીય પશુ સૌદર્ય પ્રતિસ્પર્ધામાં હિસાર, ઝજ્જર અને કરનાલથી રાષ્ટ્રીય વિજેતાનો ખિતાબ પણ પોતાના નામે કરી ચૂક્યો હતો પરંતુ ભવિષ્યમાં લાગતા પશુ મેળામાં તેની કમી અનુભવાશે.

દારુનો શોખીન હતો, લેતો હતો હેવી ડાયેટ

દારુનો શોખીન હતો, લેતો હતો હેવી ડાયેટ

6 ફૂટ લાંબો અને 1.5 ટન વજનનો સુલતાન હવે આ દુનિયામાં નથી રહ્યો પરંતુ તેના ડાયેટની વાત કરીએ તો તે એક દિવસમાં 10 કિલો દૂધ, 15 કિલો સફરજન, 20 કિલો ગાજર, 10 કિલો અનાજ, 10-12 કિલો લીલા પત્તા ખાતો હતો. આ ઉપરાંત દારુ પીવાનો પણ શોખીન હતો. રોજ સાંજે તેનો માલિક તેને વિસ્કી પીવડાવતો હતો. પોતાની દારુ પીવાની આદતના કારણે સુલતાન સોશિયલ મીડિયા પર ઘણો લોકપ્રિય થઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે તેના એક દિવસના ભોજન પર 2 હજારથી વધુ રૂપિયા ખર્ચ થતા હતા.

English summary
Famous Sultan jhota buffalo of Haryana lost life due to heart attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X