For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ આજે દેશભરમાં મનાવશે 'કિસાન વિજય દિવસ', આંદોલનમાં માર્યા ગયેલા 700 ખેડતોના પરિવારને મળશે નેતા

કોંગ્રેસ પાર્ટી આજે શનિવારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લેવાયાની ઉજવણી માટે દેશભરમાં રેલીઓનુ આયોજન કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ પાર્ટી આજે શનિવારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લેવાયાની ઉજવણી માટે દેશભરમાં રેલીઓનુ આયોજન કરશે. કોંગ્રેસ પક્ષે ઘોષણા કરી હતી કે તે શનિવારે 'કિસાન વિજય દિવસ' મનાવશે અને વિજય રેલીઓનુ આયોજન કરશે. કોંગ્રેસ નેતા ખેડૂત આંદોલન દરમિયાન માર્યા ગયેલા 700 સૈનિકોના પરિવારોને મળશે અને તેમના માટે પ્રાર્થના કરવા માટે કેન્ડલ માર્ચ અને રેલીઓ કરશે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી(એઆઈસીસી)ના મહાસચિવ(સંગઠન) કે સી વેણુગોપાલે બધા રાજ્ય એકમોને રાજ્ય, જિલ્લા અને બ્લૉક સ્તરે આ પ્રકારની રેલીઓ અને કેન્ડલ માર્ચ આયોજિત કરવા માટે કહ્યુ છે.

farmers

કે સી વેણુગોપાલે પાર્ટીના રાજ્ય એકમોના પ્રમુખોને લખેલા પત્રમાં કહ્યુ, 'આવો, આપણે આને ખેડૂતોની ઐતિહાસિક જીત રૂપે મનાવવા માટે દેશમાં શામેલ થવા માટે વ્યાપક કાર્યક્રમ આયોજિત કરીએ. આપણે વિસ્તરોમાં શહીદ ખેડૂતોના પરિવારોને જઈને ખેડૂતોના સંઘર્ષની જીતને ચિહ્નિત કરીએ.'ૉ

પીએમ મોદીએ કૃષિ કાયદાને પાછા લેવાનુ કર્યુ એલાન

કૃષિ કાયદા પાછા લેવાની ઘોષણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે(19 નવેમ્બરે) રાષ્ટ્રના નામે સંબોધનમાં કરી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ખેડૂત આંદોલનમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની માફી માંગી અને કહ્યુ કે સરકાર તેમને કાયદાના લાભો વિશે સમજાવવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર કટાક્ષ કરીને કહ્યુ હતુ કે આ નિર્ણય ખેડૂતોના કલ્યાણ માટે નહિ પરંતુ આગામી ચૂંટણીના કારણે લેવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ લખ્યો ખેડૂતોને ખુલ્લો પત્ર

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોના નામે ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્ર તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કરવાના સંદર્ભમાં લખ્યો છે. રાહુલે આને ખેડૂતોના આંદોલનની જીત ગણાવીને તેમને અભિનંદન આપ્યા છે. સાથે જ બીજા મુદ્દાઓને લઈને સંઘર્ષ ચાલુ રાખવાની વાત પણ કહી છે. રાહુલ ગાંધીએ આ પત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી ક્યારેય આ પ્રકારના કોઈ કાયદા ન લાવવા માટે કહ્યુ છે.

જાણો ખેડૂત આંદોલન વિશે

તમને જણાવી દઈએ કે સંસદે ગયા વર્ષે ડિસેમ્બર 2020માં કૃષિ કાયદો પાસ કર્યો હતો. જ્યારે કેન્દ્રએ કહ્યુ કે ખેડૂતો માટે લાભકારી છે. આ કાયદો આવ્યા બાદ ખેડૂતો દ્વારા તરત જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. વિરોધ કરી રહેલા ખેડૂતોનો દાવો હતો કે કાયદાથી મોટો કૉર્પોરેટ હાઉસને ફાયદો થાય છે. શરૂઆતમાં આ વિરોધ પંજાબ અને હરિયાણા સુધી સીમિત હતો બાદમાં આ વિરોધ દેશના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયો. ગયા વર્ષે નવેમ્બરમાં ખેડૂતોએ 'ચલો દિલ્લી'નુ આહ્વાન કર્યુ અને દિલ્લીની સીમાઓ પર એકઠા થયા. ત્યારથી ત્યાં અડગ છે અને ઘણા દોરની વાતચીત ગતિરોધનુ કોઈ સમાધાન શોધવામાં નિષ્ફળ રહી હતી.

English summary
Farm laws repealed: Congress victory rallies, celebrates Kisan Vijay Diwas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X