એક ઝાટકામાં માલામાલ થયો આ ખેડૂત, ખેતરમાંથી નીકળ્યો ખજાનો
હૈદરાબાદઃ તેલંગાણાના વિકારાબાદ જિલ્લાના સુલ્તાનપુરમાં એક ખેડૂતની લૉટરી લાગી ગઈ, જણાવી દઈએ કે ખેતી માટે જમીન તૈયાર કરી રહ્યો હતો ત્યારે તેના ખેતરમાંથી સોનું અને ચાંદીના આભૂષણોથી ભરેલા વાસણ મળી આવ્યાં. રિપોર્ટ્સ મુજબ ખેડૂતના ખેતરમાંથી 25 પ્રકારના સોના-ચાંદીના આભૂષણ અને કેટલાંય કીમતી વાસણ મળી આવ્યા છે જેનો વજન 1 કિલોગ્રામ છે. ખેતરમાંથી ખજાનો મળ્યો હોવાના સમાચાર સમગ્ર સુલ્તાનપુરમાં આગની જેમ પ્રસરી ગયા અને દૂર દૂરથી લોકો આ ખજાનાને જવા માટે આવી રહ્યા છે. ખજાનો શોધના ખેડૂતની ઓળખ મોહમ્મદ સદ્દીકીના રૂપમાં થઈ છે.

ખેતરમાંથી ખજનો મળ્યો
મોહમ્મદ સિદ્દીકીએ જણાવ્યું કે તેણે 2 વર્ષ પહેલા ગામની જમીનનો એક ટુકડો ખરીદ્યો હતો. તેણે જણાવ્યું કે ચોમાસું આવવાનું છે, એમ વિચારી મેં મારા ઘરની સામેની જમીન સમતલ કરવાનું વિચાર્યું જેથી ત્યાં વરસાદનું પાણી એકઠું ના થી શકે. જે બાદ સિદ્દીકીએ ખેતરને સમતલ કરવા માટે ખોદકામ શરૂ કરી દીધુ, ખેતર ખેડતી વખતે તેનું હળ અચાનક જમીનમાં છૂપાયેલા વાસણમાં ફસાઈ ગયું. સામાન બહાર કાઢવા પર માલૂમ પડ્યું કે તે જમીનમાં છૂપાવેલો ખજાનો છે.

સોના-ચાંદીના આભૂષણ અને કેટલોય કીમતી સામાન
આ સમાચાર આગની જેમ ગામમાં ફેલાઈ ગયા અને જમીનમાંથી નીકળેલો ખજાનો જોવા માટે મોહમ્મદ સિદ્દીકીના ઘરે માનવ મહેરામણ ઉમટવા લાગ્યું. વાસણમાં 25 જેટલાં ઘરેણા હતા જેમાં ચેન, અંગૂઠી, ઝાંઝરી અને પારંપરિક વાસણ સામેલ હતા. મીડિયા સાથે વાત કરતા મંડલ રાજસ્વ અધિકારી વિદ્યાસાગર રેડ્ડીએ કહ્યું, ગામનું કોઈ ઐતિહાસિક મહત્વ નથી માટે અઙીં ખજાનો મળવો આશ્ચર્યજનક વાત છે. અમે નિશ્કર્ષો વિશે જાણવા માટે પુરાતત્વ વિભાગને સૂચિત કર્યા છે.

પોલીસે ખેતરમાં ખોદકામ કર્યું
ખેતરમાંથી કીમતી સામાન મળ્યા બાદ તેની જાણકારી પ્રસાસનને આપવામા આવ્યા બાદ ઘટના પોલીસ અને રાજસ્વ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. ખોદકામ દરમિયાન 25 સોનાના સિક્કા, ગળાના આભૂષણ, અંગુઠીઓ, પારંપરિક વાસણો મળ્યાં છે સાથે જ આ સના ચાંદી સાચાં છે કે નહિ તે સોનીને પૂછવામાં આવ્યું છે. સાથે જ એન્ટીક ચીજોને પુરાતત્વ વિભાગમાં મોકલી આપવામા આવી છે અને ખેતરને પોલીસે પોતાના કબ્જામાં લઈ લીધું છે.

યૂપીમાં બાળકોના હાથે ખજાનો લાગ્યો
લૉકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશા ઔરૈયા જિલ્લાથી પણ હાલમાં જ એવા જ સમાચાર સામે આવ્યા હતા. અહીં કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા, અચાનક એક બાળકનો પગ જમીન પર દબાયેલી માટીના વાસણ પર લાગ્યો. બાળકોએ ક્રિકેટ રમતવાનું છોડી ખાડો ખોદ્યો તો ત્યાંથી ખજનો નીકળી આવ્યો હતો. આ મામલે પણ પોલીસને જાણકારી આપવામા આવી હતી.
ઑફિસમા કોરોનાના વધુ મામલા મળશે તો 48 કલાકમાં બિલ્ડિંગ સીલ થશે, જાણો નવી ગાઈડલાઈન