Farmers Protest: હિંસા બાદ ખેડૂત સંગઠનોની બેઠક, કહ્યું- શાંતિપૂર્ણ સંઘર્ષ સામે ગંદુ ષડયંત્ર રચ્યું
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત સંગઠનોએ મંગળવારે રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રેક્ટર રેલી કાઢી. આ દરમ્યાન વિશાળ સંખ્યામાં પ્રદર્શનકારી દિલ્હીના આઈટીઓ અને લાલ કિલ્લા પહોંચ્યા. સાથે જ ત્યાં ભારે ઉપદ્રવ મચાવ્યો. જે બાદ બુધવારે કેટલાય કિસાન સંગઠનોએ બલબીર સિંહ રાજેવાલની અધ્યક્ષતામાં એક બેઠક કરી. આ દરમ્યાન કિસાન ગણતંત્ર પરેડને અભૂતપૂર્વ પ્રતિક્રિયા આપવા માટે સંઘર્ષરત કિસાનોના વખાણ કર્યાં.
સંયુક્ત કિસાન મોર્ચા તરફતી જાહેર એક નિવેદન મુજબ બેઠકમાં સામેલ તમામ સંગઠનોએ દિલ્હીમાં થયેલ હિંસક ઘટનાઓ પર ચર્ચા કરી. સાથે જ નિષ્કર્ષ કાઢ્યો કે આ પ્રદર્શનથી કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે ધ્રુજી ઉઠી છે. તેમના મુજબ કિસાન મજૂર સંઘર્ષ સમિતિ અને અન્યના શાંતિપૂર્ણ સંઘર્ષ વિરુદ્ધ એક ગંદુ ષડયંત્ર રચ્યું હતું. જે સંગઠનોએ આંદોલનના 15 દિવસ બાદ પોતાનું અલગ પ્રદર્શન સ્થળ બનાવી લીધું હતું તેઓ આ સંઘર્ષનો ભાગ નહોતા. સંયુક્ત મોર્ચાએ સ્પષ્ટ કર્યું કે હિંસા પાછળ તેમના લોકો નહોતા.
દિલ્હીમાં શું થયું?
જણાવી દઈએ કે દિલ્હી પોલીસે સોમવારે જ કિસાન ટ્રેક્ટર રેલી માટે રૂટ નક્કી કરી દીધો હતો. સાથે જ રૂટ પર સુરક્ષાના આકરા ઈંતેજામ કર્યા. આ દરમ્યાન મંગળવારે સવારે જ કેટલાય પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લા તરફ કૂચ કરી દીધી. બાદમાં તેમની પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી થઈ. જે બાદ કેટલાય લોકો લાલ કિલ્લા ઉપર ચઢી ગયા અને ત્યાં નિશાન સાાહિબ લહેપાવી દીધો. જો કે મોડી સાંજ સુધી પોલીસે હાલાત પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ હિંસામાં 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા.