For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmer Protest: આજથી વધુ ઉગ્ર બનશે ખેડૂત આંદોલન, દિલ્લી-જયપુર કરશે જામ, જાણો શું છે પ્લાન

કૃષિ કાયદા માટે સતત પ્રદર્શન કરી રહેલ ખેડૂતોએ પોતાના આંદોલનને વધુ ઉગ્ર બનાવવાના સંકેત આપી દીધા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Farmer Protest: કૃષિ કાયદા માટે સતત પ્રદર્શન કરી રહેલ ખેડૂતોએ પોતાના આંદોલનને વધુ ઉગ્ર બનાવવાના સંકેત આપી દીધા છે. ખેડૂતોએ કહ્યુ છે કે 12 ડિસેમ્બરે તે પોતાનુ આંદોલન વધુ ઉગ્ર કરશે. ખેડૂતોએ 12 ડિસેમ્બરે દિલ્લી-જયપુર હાઈવે જામ કરવાની તૈયારી કરી લીધી છે. દેશભરમાંથી ખેડૂતો દિલ્લી બૉર્ડર પર જમા થઈ રહ્યા છે. ખેડૂતોએ કહ્યુ છે કે તે 12 ડિસેમ્બરે દિલ્લી-જયપુર હાઈવેને બ્લૉક કરશે.

farers

વળી, ખેડૂતોએ કહ્યુ કે રેલ રોકવાની તેમની કોઈ યોજના નથી. ખેડૂતોએ સરકાર સાથે વાત ના બન્યા બાદ એલાન કર્યુ છે કે શનિવારે પોતાના પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવશે અને હાઈવેને જામ કરશે. વળી, ખેડૂતોએ કહ્યુ કે તે દિલ્લી, જયપુર અને દિલ્લી આગ્રા હાઈવેને 12 ડિસેમ્બરથી બંધ કરવાનુ એલાન કરી ચૂક્યા છે. બધા ટોલ પ્લાઝાને આ દરમિયાન ફ્રી કરી દેવામાં આવશે. ખેડૂતો સરકાર પર દબાણ બનાવવાની દરેક સંભવ કોશિશ કરી રહ્યા છે.

વળી, તેમણે કહ્યુ કે 14 ડિસેમ્બરે તે જિલ્લા મુખ્યાલય પર જિલ્લાધિકારી અને ડિસ્ટ્રીક્ટ કલેક્ટરની ઑફિસને ઘેરશે. તેમણે કહ્યુ કે રેલવે ટ્રેક રોકવાની તેમની કોઈ ઈચ્છા નથી. તેમણે કહ્યુકે 14 ડિસેમ્બર ભાજપ નેતાઓના ઘરોને ઘેરાવ કરશે. તેમણે કહ્યુ કે દેશભરના ખેડૂત દિલ્લી પહોંચી રહ્યા છે.

ભારતની ખુદની બનાવેલી વેક્સીનને હ્યૂમન ટ્રાયલની મંજૂરી મળીભારતની ખુદની બનાવેલી વેક્સીનને હ્યૂમન ટ્રાયલની મંજૂરી મળી

English summary
Farmer Protest: Farmer will block Delhi-Jaipur road on 12th Dec, block Reliance and Adani toll plazas on 14th. No program to stop trains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X