Farmers Protest: 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચમાં જુદા જુદા રાજ્યોની ઝાંકી પણ કાઢશે ખેડૂત સંગઠન
નવી દિલ્લીઃ Farmers tractor march Delhi. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણા, પંજાબ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો છેલ્લા લગભગ 2 મહિનાથી દિલ્લીની સીમાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે દિલ્લીની વિજ્ઞાન ભવનમાં 11માં દોરની બેઠક થશે. વળી, ખેડૂત સંગઠનોએ ગણતંત્ર દિવસના પ્રસંગે દેશની રાજધાની દિલ્લીમાં ટ્રેક્ટર માર્ચ કાઢવાનુ પણ એલાન કર્યુ છે. ગુરુવારે સિંધુ બૉર્ડર પર ખેડૂતો અને દિલ્લી પોલિસ વચ્ચે બેઠક થઈ અને ખેડૂત સંગઠનોએ કહ્યુ કે તે ટ્રેક્ટર પરેડ જરૂર કાઢશે. આ દરમિયાન એક મોટા સમાચાર છે કે ખેડૂતો પોતાની ટ્રેક્ટર પરે઼ડ દરમિયાન અલગ અલગ રાજ્યોની ઝાંકી પણ કાઢશે.
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ હરિયાણામાં ભારતીય ખેડૂત યુનિયનના નેતા ચૌધરી જોગિંદર ઘાસીરામ નૈને જણાવ્યુ કે જો બધુ ઠીક રહ્યુ તો ગણતંત્ર દિવસ પર અમે પોતાની ટ્રેક્ટર પરેડ દરમિયાન અલગ અલગ રાજ્યોની ઝાંકી પણ કાઢીશુ. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારની અરજી પર સુનાવણી કરીને ખેડૂત સંગઠનોની ટ્રેક્ટર પરેડ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ સિંધુ બૉર્ડર પર સ્થિત એક રિસોર્ટમાં ખેડૂત સંગઠનોના નેતાઓ અને દિલ્લી પોલિસના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ જેમાં ખેડૂતોએ એલાન કર્યુ કે તે ટ્રેક્ટર પરેડ જરૂર કાઢશે.
'ગણતંત્ર દિવસ પર પરેટમાં અડચણ નાખવાનો અમારો કોઈ ઈરાદો નથી'
ગુરુવારે ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢનીએ જણાવ્યુ, 'દિલ્લી પોલિસના અધિકારીઓને અમે એ સ્પષ્ટ રીતે જણાવી દીધુ છે કે ખેડૂત 26 જાન્યુઆરીએ દિલ્લીના આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર પરેડ જરૂર કરશે. આ અંગે અમે લોકોએ પ્રશાસન પાસેથી પણ મંજૂરી માંગી છે અને ટ્રેક્ટર પરેડ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા માટે નિવેદન કર્યુ છે. દિલ્લી પોલિસના અધિકારીઓએ અમને એ આશ્વાસન આપ્યુ છે કે દેશની ગણતંત્ર પરેડમાં કોઈ પણ પ્રકારની અડચણ નાખવાની અમારી કોઈ યોજના નથી. ગણતંત્ર દિવસ પર થનારી ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં દેશના અલગ અલગ ભાગોમાંથી લાખોની સંખ્યામાં ખેડૂતો શામેલ થશે.'
'The White Tiger' ફિલ્મ પર રોક લગાવવાનો દિલ્લી HCનો ઈનકાર