Farmer Protest: ખેડૂતોને આજે લેખિત પ્રસ્તાવ આપશે સરકાર, રાષ્ટ્રપતિને મળશે રાહુલ-પવાર
Farmers Protest: કાયદા માટે મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ અને 13 ખેડૂત નેતાઓની વાતચીત પરિણામહિન નીકળી. આ બેઠક બાદ ઑલ ઈન્ડિયા ખેડૂત સભાના હન્નાન મોલ્લાહે કહ્યુ કે સરકાર કાયદો પાછો લેવા માટે તૈયાર નથી. સરકાર તરફથી આજે એક પ્રસ્તાવ મળશે. જેના માટે ખેડૂતો બપોરે 12 વાગે સિંધુ બૉર્ડર પર બેઠક કરશે. તમને જણાવી દઈએ કે આજે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે જે બેઠક થવાની હતી તેને રદ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે કૃષિ સાથે જોડાયેલા ત્રણે કાયદા પાછા લેવાનો ઈનકાર કરી દીધો છે. વળી, ખેડૂત હજુ પણ કાયદો પાછો લેવાની માંગ કરી રહ્યા છે.
વળી, બીજી તરફ આજે વિપક્ષી દળોનુ એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બુધવારે સાંજે 5 વાગે થશે. આ પ્રતિનિધિમંડળમાં રાહુલ ગાંધી અને શરદ પવાર સહિત 5 નેતા શામેલ થશે. જણાવવામાં આવી રહ્યુ છે કે કોરોના પ્રોટોકૉલના કારણે માત્ર 5 નેતાઓને જ રાષ્ટ્રપતિને મળવાની મંજૂરી આપવામાં આવી છે. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ છે કે રાષ્ટ્રપતિને મળતા પહેલા વિવિધ રાજકીય દળોના નેતા વિવાદાસ્પદ કૃષિ કાયદા પર સામૂહિત રીતે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે પવારે કહ્યુ હતુ કે સરકારે આ કૃષિ કાયદાને પાછો લેવો જ પડશે નહિતર ખેડૂતોનુ આંદોલન માત્ર દિલ્લી સુધી સીમિત નહિ રહે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર ત્રણ નવા કૃષિ કાયદા લઈને આવી છે જેમાં સરકારી મંડીઓના બહાર ખરીદી, અનુબંધ ખેતીને મંજૂરી આપવા અને ઘણા અનાજો અને દાળોની ભંડાર સીમા ખતમ કરવા સહિત ઘણી જોગવાઈએ કરી છે પરંતુ ખેડૂતો આ કાયદો માનવા માટે તૈયાર નથી. તે આ કાયદાને પાછો લેવાની માંગ કરી રહ્યા છે. માટે જ છેલ્લા 14 દિવસથી ખેડૂતો દિલ્લી અને હરિયાણાને જોડતી સિંધુ બૉર્ડર પર ધરણા આપી રહ્યા છે. ત્યારબાદ ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે ઘણા દોરની વાતચીત પણ થઈ છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ નથી નીકળ્યુ.
મુકેશ અંબાણીનો દાવો- 2021થી ઉપલબ્ધ થઈ જશે Jio 5G