Farmer protest: કેન્દ્ર સરકાર સાથે વાતચીત માટે તૈયાર ખેડૂત, રાજનાથ સિંહની આગેવાનીમાં થશે બેઠકઃ સૂત્ર
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન ખતમ નથી દેખાઈ રહ્યુ. આ દરમિયાન ખેડૂતો આજે(1 ડિસેમ્બર, 2020) કેન્દ્ર સરકાર પાસે પોતાની માંગો વિશે વાત કરવાના છે. વળી, કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતો સામે કોઈ શરત રાખવામાં આવી નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ખેડૂતો સાથે યોજાનાર બેઠકની આગેવાની કરશે. જણાવવામાં આવી રહ્યુ છે કે ખેડૂત આંદોલન માટે મંગળવારની સવારે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના ઘરે ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની મુલાકાત થઈ.
તમને જણાવી દઈએ કે વિવાદાસ્પદ કૃષિ કાયદા સામે ભારે વિરોધ વચ્ચે 48 કલાકથી ઓછા સમયમાં ભાજપના મોટા નેતાઓ વચ્ચે આ બીજી બેઠક છે. વળી, સંસદના ચોમાસુ સત્રમાં પાસ થયા બાદ કાયદાનુ સ્વરૂપ લઈ ચૂકેલ કૃષિ નિયમો સામે આજે છઠ્ઠા દિવસે પણ ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. આ કાયદા વિશે ખેડૂતોને શંકા છે કે આનાથી લઘુત્તમ ટેકાના ભાવ સમાપ્ત થઈ જશે. જ્યારે કેન્દ્ર સરકારનુ કહેવુ છે કે નવા કાયદા તેમના હિત માટે લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે કોરોના વાયરસ મહામારી અને વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને અમે ખેડૂત સંગઠનોના પ્રમુખને 3 ડિસેમ્બરે પહેલી વાતચીત માટે આમંત્રણ આપ્યુ છે. આ બેઠક દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવનમાં મંગળવારે બપોરે ત્રણ વાગે બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કૃષિ કાયદા પર યોજાનારી આ કેન્દ્ર સરકારની બીજી બેઠક છે. આ પહેલા 19 નવેમ્બરે વાતચીત શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યુ નહોતુ.
ગૃહમંત્રીએ આજે સવારે બૉર્ડર રાઈઝિંગ ડે કાર્યક્રમનો પોતાનો પ્રવાસ રદ કરી દીધો. સૂત્રો અનુસાર નવા કૃષિ કાયદા વિશે આજે સરકાર ખેડૂતોને આશ્વસ્ત કરવાની કોશિશ કરશે અને તેમની ઉપજના લઘુત્તમ ટેકાના મૂલ્ય પર અફવાઓને દૂર કરશે. કાયદાને રદ કરવામાં નહિ આવે તે પ્રદર્શનકારીઓને જણાવવામાં આવી શકે છે. વળી, ખેડ઼ૂતોએ પણ સરકારના પ્રસ્તાવને સ્વીકારીને આજે યોજાનાર બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. સવારે ચર્ચા બાદ ખેડૂકોએ કહ્યુ કે સરકારે કોઈ પૂર્વ શરત વિના અમને આમંત્રિત કર્યા છે અને અમે વાતચીત માટે જઈ રહ્યા છે.
'અન્નદાતા રસ્તા પર ધરણા આપી રહ્યા છે અને 'જૂઠ' ટીવી પર ભાષણ'