કૃષિ બિલોના વિરોધમાં ખેડૂતોનુ 'રેલ રોકો' આંદોલન આજથી શરૂ
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલો માટે હરિયાણા અને પંજાબના ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી રસ્તા પર છે. ખેડૂતોની માંગ છે કે સરકારના આ બિલો ખેડૂત વિરોધી છે અને તેને તાત્કાલિક પાછા લેવામાં આવે. બુધવારે પણ હરિયાણામાં ખેડૂતોએ કૃષિ બિલો સામે જોરદાર પ્રદર્શન કર્યુ અને પોલિસને પ્રદર્શનકારીઓને કાબુ કરવા માટે વૉટરકેનનનો ઉપયોગ કરવો પડ્યો. હવે પંજાબમાં ખેડૂતોએ આ કૃષિ બિલોના વિરોધમાં 'રેલ રોકો' આંદોલન શરૂ કર્યુ છે જે આજથી શરૂ થઈને ત્રણ દિવસ સુધી ચાલશે.

ખેડૂત સંગઠનોએ 25 સપ્ટેમ્બરે બોલાવ્યુ બંધ
ગયા સપ્તાહે ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવન સિંહ પંઢેરે આ વિશે માહિતી આપીને જણાવ્યુ કે કૃષિ બિલો સામે અમે લોકોએ પંજાબમાં 24થી 26 સપ્ટેમ્બર સુધી રેલ રોકો આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે સરકાર આ કૃષિ બિલોને લોકસભામાં પાસ થયા બાદથી જ ખેડૂતો સાથે જોડાયેલ સંગઠન સતત આનો વિરોધ કરી રહ્યા છે. વળી, અમુક અન્ય ખેડૂત સંગઠનોએ 25 સપ્ટેમ્બરે બંધનુ પણ આહ્વવાન કર્યુ છે.

વિપક્ષી પાર્ટીઓએ કર્યો કૃષિ બિલોનો વિરોધ
તમને જણાવી દઈએ કે લોકસભામાં પાસ થયા બાદ બે મુખ્ય કૃષિ બિલ ગયા રવિવારે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ધ્વનિ મતથી પાસ કરવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદો બની જશે. જો કે કોંગ્રેસ, ટીએમસી, આરજેડી, આમ આદમી પાર્ટી, સપા અને ડાબેરી પક્ષો સહિત ઘણી પાર્ટીઓ આ બિલોનો સતત વિરોધ કરી રહી છે. બુધવારે સંસદ ભવન પરિસરમાં પણ વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત રીતે કૃષિ બિલો સામે ધરણા-પ્રદર્શન કર્યુ.

કેમ વિરોધ કરી રહ્યા છે ખેડૂત?
વાસ્તવમાં કૃષિ બિલોનો વિરોધ કરી રહેલા ખેડૂતોનુ કહેવુ છે કે તેમને ડર છે કે નવો કાયદો બન્યા બાદ લઘુત્તમ ટેકાના ભાવની સિસ્ટમ ખતમ થઈ જશે અને ખેડૂતોને મોટા કોર્પોરેટની દયા પર છોડી દેવામાં આવશે. વળી, સરકારનો દાવો છે કે લઘુત્તમ ટેકાના ભાવ પહેલાની જેમ ચાલુ રહેશે અને નવો કાયદો બન્યા બાદ ખેડૂતોને પોતાના પાક પર વધુ લાભ મળશે. આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે ખેડૂતો સાથે જોડાયેલ આ બિલ ઐતિહાસિક છે અને તેના દ્વારા ખેડૂતો વચેટિયાઓની ચુંગાલમાંથી બચી પોતાના પાકની ઉપજ ક્યાંય પણ સારા ભાવમાં વેચી શકશે.
સરહદ પર 43 પુલ તૈયાર, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન