For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂત આંદોલનનો 100મો દિવસ, આજે કેએમપી એક્સપ્રેસવે પર 5 કલાક નાકાબંધી કરવાની તૈયારી

ખેડૂત આંદોલનનો આજે શનિવારે(6 માર્ચ) 100મો દિવસ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ખેડૂત આંદોલનનો આજે શનિવારે(6 માર્ચ) 100મો દિવસ છે. આજથી 100 દિવસ પહેલા ખેડૂતોએ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલના વિરોધમાં સંયુક્ત મોરચાના નેતૃત્વમાં દિલ્લીની બૉર્ડર પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતુ. ખેડૂત આંદોલનના 100 દિવસ પૂરા થવા પર 6 માર્ચે કેએમપી એક્સપ્રેસવેની 5 કલાકની નાકાબંધી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સાથે જ ખેડૂતોએ આ દિવસને કાળા દિવસ તરીકે મનાવવાનુ એલાન કર્યુ છે. સંયુક્ત ખેડૂત મોરચાએ આ આખો પ્લાન બનાવ્યો છે. સંયુક્ત ખેડૂત મોરચાએ કહ્યુ છે કે કેએમપી એક્સપ્રેસવે નાકાબંધી ઉપરાંત દાદરી, ગ્રેટર નોઈડા, ડાસના, દુહાઈ, બાગપત પર પણ જામ કરવામાં આવશે. બધા ખેડૂતો કાળી પટ્ટી બાંધીને સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરશે. તેમણે દાવો કર્યો છે કે ટોલ પ્લાઝા પણ ફ્રી કરવામાં આવશે.

જાણી લો રૂટ ડાયવર્ઝન

જાણી લો રૂટ ડાયવર્ઝન

રિપોર્ટ મુજબ કેએમપી-કેજીપી એક્સપ્રેસવે પર સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી નાકાબંધી સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. એવામાં અહીં આવતા-જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો કે ખેડૂતોઓ ઘોષણા કરી છે કે સેના, પોલિસ, એમ્બ્યુલન્સ, સ્કૂલ, બસ, ટપાલ-તાર અને ફાયરબ્રિગેડ જેવા જરૂર વાહનોને રોકવામાં નહિ આવે. પરંતુ તેમછતાં ખેડૂતોના એલાનને જોતા પોલિસે દિલ્લી-મથુરા નેશનલ હાઈવે સહિત 8 જગ્યાઓએ રૂટ ડાયવર્ટ કરવાનુ એલાન કર્યુ છે.

આ જગ્યાએ કરાશે નાકાબંધી

આ જગ્યાએ કરાશે નાકાબંધી

જે 8 જગ્યાઓએ રૂટ ડાયવર્ટ કરવામાં આવશે તે છે બાબરી વળાંક. દિલ્લી ગેટ, નેશનલ હાઈવે પર દુધોલા વળાંક, આગ્રા ચોક, રહરાના વળાંક અને કેએમપી-કેજીપીના એક્સચેન્જ પોઈન્ટ. કેએમપી પર આવતા વાહનોને નૂંહ બૉર્ડર પર રોકવામાં આવશે. વળી, કેજીપીથી આવતા ભારે વાહનોને ફરીદાબાદ બૉર્ડર પર રોકી દેવામાં આવશે. આ ઉપરાંત નેશનલ હાઈવે પર કરમન અને ગદપુરી બૉર્ડર પર રોકવાની તૈયારી છે.

પોલિસે તૈયારી કરી તૈયારી પૂરી

પોલિસે તૈયારી કરી તૈયારી પૂરી

પોલિસે કેએમપી-કેજીપી એક્સપ્રેસવે પર નાકાબંધીના એલાન બાદ સુરક્ષા વ્યવસ્થા કડક રાખવાની પૂરી તૈયારી કરી લીધી છે. પોલિસે કહ્યુ છે કે પોલિસ ઉપરાંત આરએએફ અને અર્ધ સૈનિક બળ પણ તૈનાત રહેશે. વળી, હુલ્લડવિરોધી વસ્તુઓ સાથે જિલ્લા પોલિસ પણ હાજર રહેશે. પોલિસ આ બધા ધરણા સ્થલોની વીડિયોગ્રાફી પણ કરાવશે.

પીએમ મોદી આજે કેવડિયામાં કમાંડર કૉન્ફરન્સને કરશે સંબોધિતપીએમ મોદી આજે કેવડિયામાં કમાંડર કૉન્ફરન્સને કરશે સંબોધિત

English summary
Farmers Protest 100 day: Plannning to block main expressway, Toll plaza free route diversion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X