ખેડૂતોના વિરોધનો 5મો દિવસ, ગુરુ પર્વ પર ગુરબાનીના પાઠથી ગૂંજી સિંધુ બૉર્ડર
નવી દિલ્લીઃ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનુ પ્રદર્શન ચાલુ છે. વિરોધ પ્રદર્શન વચ્ચે ખેડૂતોએ બૉર્ડર પર જ ગુરુ પર્વ પર ગુરબાનીનો પાઠ કર્યો. કૃષિ કાયદાના વિરોધમાં સિંધુ બૉર્ડર પર અને ટિકરી બૉર્ડર પર ખેડૂતોએ ત્યાં બેસીને જ ગુરબાનીનો પાઠ કર્યો. કૃષિ કાયદા સામે બુરાડીના નિરંકારી સમાગમ ગ્રાઉન્ડમાં ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન ચાલુ છે. એક પ્રદર્શનકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ, 'અમને અહીં રોકવાથી કોઈ ફાયદો નથી, હજુ સુધી કોઈ પૂછવા આવ્યુ નથી. અમે અહીં રહેવા નથી આવ્યા. દિલ્લીની બધી બૉર્ડર સીલ કરવામાં આવશે ત્યારબાદ આ લોકો સાંભળશે.'
ગુરુ નાનક જયંતિ પર ટ્રેક્ટર ટ્રોલીઓથી ભરેલ સિંધુ સીમા વિરોધ સ્થળ પર ગુરુઓ(ગુરબાની)ના શબ્દોથી બૉર્ડર ગૂંજી. ખેડૂતોએ ગૃહમંત્રી અમિત શાહની અપીલને ઠુકરાવીને દિલ્લીના બુરાડી મેદાનમાં વિરોધ કરવા અને સીમાઓ પર નાકાબંધી હટાવવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે.
ખેડૂતોએ કહ્યુ કે અમિત શાહે જે પ્રસ્તાવ રાખ્યો હતો તેમાં તેમણે શરત રાખી હતી કે જો અમે બુરાડી મેદાનમાં શિફ્ટ થઈશુ તો તેઓ અમારી સાથે વાત કરશે. આ ખેડૂતોને મંજૂર નથી. વાતચીતમાં કોઈ પ્રસ્તાવ ન હોવો જોઈએ.
કાલે શિવસેનામાં શામેલ થઈ શકે છે ઉર્મિલા માતોંડકરઃ સંજય રાઉત