Farmers Protest: આજે સંપૂર્ણપણે થશે ખેડૂતોની ઘર વાપસી, રાકેશ ટિકેત કાઢશે વિજય માર્ચ
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકાર તરફથી ત્રણે નવા કૃષિ કાયદાને પાછા લીધા બાદ દિલ્લી બૉર્ડર પર એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલા ખેડૂત આંદોલન ખતમ થઈ ગયુ છે. આજે દિલ્લીની બૉર્ડરથી ખેડૂતોની સંપૂર્ણપણે ઘર વાપસી થવા જઈ રહી છે. ત્યારબાદ ગાઝીપુર બૉર્ડર, ટીકરી બૉર્ડર, સિંધુ બૉર્ડર સંપૂર્ણપણે સામાન્ય લોકો માટે ખુલી જશે. આ આંદોલનને ખેડૂતોની જીત ગણાવનાર ખેડૂત નેતા રાકેશ ટિકેત પણ આજે સવાર હવન કરીને સમર્થકો સાથે પોતાના ઘરે પાછા જતા રહેશે પરંતુ એ પહેલા તેઓ વિજય માર્ચ કાઢશે જેમાં શામેલ થવા માટે ઘણા શહેરોમાથી આજે ખેડૂતો યુપી બૉર્ડર ગેટ પહોંચ્યા છે.

આગલી બેઠક 15 જાન્યુઆરીએ
તમને જણાવી દઈએ કે 12 ડિસેમ્બરના રોજ રાકેશ ટિકેતે કહ્યુ હતુ કે, 'બુધવાર સુધી બધા ખેડૂતો ધરણા સ્થળ છોડી દેશે અને ખેડૂતોની આગલી બેઠક 15 જાન્યુઆરીના રોજ થશે. કેન્દ્ર સરકારે ખેડૂતોને લેખિત આશ્વાસન પણ આપ્યુ. ત્યારબાદ ખેડૂતોએ પોતાનુ આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ મહાપંચાયતોનુ આયોજન બંધ નહિ થાય.'

કેસ પાછા લેવાનો નિર્ણય
વળી, પોલિસે કહ્યુ કે સિંધુ બૉર્ડરથી બેરિકેડિંગને હટાવી દેવામાં આવ્યા છે પરંતુ ટ્રાફિક માટે તેને ખોલવામાં આવ્યા નથી. વળી, હરિયાણા સરકારે ખેડૂતો પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસ થયા છે તેને પાછા લેવાનો પણ નિર્ણય કર્યો છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સંબંધિત જિલ્લાના પોલિસ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે છેલ્લા એક વર્ષમાં ખેડૂતો સામે જેટલા પણ કેસ છે તેને તાત્કાલિક પાછા લેવામાં આવે.

શું કહ્યુ હતુ પીએમ મોદીએ
તમને જણાવી દઈએ કે 19 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરીને ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાનુ એલાન કર્યુ હતુ. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 'અમે ખેડૂતો અને કૃષિની સ્થિતિને સુધારવા માટે નવા કૃષિ કાયદા લઈને આવ્યા હતા જેનાથી ખાસ કરીને નાના ખેડૂતોનુ ભલુ થાય પરંતુ આટલી પવિત્ર વાત અમે પૂર્ણ રીતે અમુક ખેડૂતોને સમજાવી શક્યા નહિ. અમારી તપસ્યામાં કમી હશે એટલા માટે હવે અમે કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે.'