Farmers Protest : MSP ને લઈને ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, જાણો શું માંગ કરી?
Farmer Protest : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતો વિરોધી નીતિઓને કારણે દેશભરમાં ખેડૂતો રસ્તા પર છે. હવે આંદોલન વચ્ચે ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
ખેડૂતોની મિનિમમ ટેકાના ભાવની માંગ ન પુરી ન થતા સંયુક્ત કિસાન મોરચા બિન રાજકીય અને કિસાન મજદુર મોરચાએ સુપ્રીમ કોર્ટે પત્ર લખ્યો છે.

આ પત્રમાં ખેડૂતોએ માંગ કરી છે કે, સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને MSP ગેરંટી કાયદેસર બનાવવા આદેશ આપે. આ માંગણી નથી, પરંતુ વિવિધ સરકારોએ આ વચન આપ્યું છે.
જણાવી દઈએ કે, ખન્નૌરીમાં સંયુક્ત કિસાન મોરચા (બિન રાજકીય) અને શંભુ બોર્ડર ખાતે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના આંદોલન વચ્ચે કૃષિ પરની સંસદીય બાબતોની સમિતિએ પણ MSPની કાનૂની ગેરંટી આપવાની ભલામણ કરી હતી.
આ સિવાય હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ ગુરુવારે ખેડૂતોના આંદોલન પર કહ્યું કે સરકારને ખેડૂતોની વાત સાંભળવાની માંગ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવો જોઈએ અને ખેડૂતો ઈચ્છે તો સરકારે તેનો ઉકેલ લાવવો જોઈએ. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ત્યાં જશે. ખેડૂત આગેવાનોની હાલત ગંભીર છે. લોકશાહીમાં દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. ખેડૂતોના સમૂહને રોકવામાં આવી રહ્યા છે.
તેમણે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને મોકલવામાં આવેલા ડ્રાફ્ટ પર પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે ખેડૂતોની એક જ માંગ છે કે MSP આપવામાં આવે. કેન્દ્ર સરકાર દર વખતે કહે છે કે તે ખેડૂતોની આવક બમણી કરશે.












Click it and Unblock the Notifications
