For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી આજે મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે કરશે વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે ખેડૂત આંદોલન વચ્ચે મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે નવા કૃષિ સુધારના કાયદાઓ પર વાત કરશે.

|
Google Oneindia Gujarati News

PM Narendra Modi address farmers of Madhya Pradesh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે(18 ડિસેમ્બર) ખેડૂત આંદોલન વચ્ચે મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે નવા કૃષિ સુધારના કાયદાઓ પર વાત કરશે. છેલ્લા 22 દિવસોથી દિલ્લીની અલગ અલગ સીમાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડ઼ૂતોનુ આંદોલન ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યુ. પીએમ મોદીએ ગુરુવારે(17 ડિસેમ્બર) ટ્વિટ કરીને ખેડૂતોને કહ્યુ હતુ કે તેમની સરકાર સૌનો સાથ સૌનો વિશ્વાસ પર કામ કરે છે. એવામાં ખેડૂતોને સરકાર કોઈ પણ પ્રકારની તકલીફ નહિ થવા દે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતા ભાજપ હવે નવો કૃષિ કાયદા માટે ખેડૂતો સાથે સંપર્ક કરવાનુ અભિયાન ઝડપથી આગળ વધારી રહી છે.

પીએમ મોદી ખેડૂતોને સમજાવવાની કોશિશ કરશે

પીએમ મોદી ખેડૂતોને સમજાવવાની કોશિશ કરશે

પીએમ નરેન્દ્ર મોદી આજે ખેડૂતો સાથે સીધો સંવાદ વીડિયો ક઼ન્ફરન્સિંગ દ્વારા કરશે. આ દરમિયાન પીએમ મમોદી વિરોધ કરી રહેલો ખેડૂતોને સમજાવવાની પણ કોશિશ કરશે. જો કે પીએમ મોદીએ પોતાના છેલ્લા અમુક કાર્યક્રમોમાં ખેડૂતોને કોઈને કોઈ રીતે આશ્વસ્ત કરવાની કોશિશ જરૂરી કરી છે. પરંતુ તે બધા નિષ્ફળ રહ્યા છે. ખેડૂત નેતા અને કેન્દ્ર સરકાર વચ્ચે આ મામલે છ વાર વાતચીત થઈ ચૂકી છે પરંતુ તેનુ કોઈ પણ પરિણામ આવ્યુ નથી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને ખેડૂતોને કહી આ વાત

પીએમ મોદીએ ટ્વિટ કરીને ખેડૂતોને કહી આ વાત

ગુરુવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમકે ખેડૂતો માટે એક ખુલ્લો પત્ર લખ્યો હતો. આ પત્રના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુરુવારે ટ્વિટ કર્યુ હતુ. પીએમ મોદીએ લખ્યુ હતુ, 'કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરજીએ ખેડ઼ૂત ભાઈ-બહેનોને પત્ર લખીને પોતાની ભાવનાઓ પ્રગટ કરી છે. એક વિનમ્ર સંવાદર કરવાનો પ્રયાસ કર્યો છે. બધા અન્નદાતાઓને મારો આગ્રહ છે કે તે આને જરૂર વાંચે. દેશવાસીઓને પણ આગ્રહ છે કે તે આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે.'

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો માટે લખ્યો 8 પાનાનો ખુલ્લો પત્ર

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો માટે લખ્યો 8 પાનાનો ખુલ્લો પત્ર

વળી, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોના નામે 8 પાનાંનો ખુલ્લો પત્ર લખ્યો હતો. જેમાં તેમણે વર્તમાન મંડી અને એમએસી વ્યવસ્થા ચાલુ રહેશે. આના માટે ખેડૂતોનો ભરોસો અપાવ્યો છે. ખેડૂત આંદોલનના મુદ્દે સુપ્રીમ કોર્ટેમાં પણ સુનાવણીચાલી રહી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના અમુક કલાક બાદ જ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે દેશભરના ખેડૂતોને કહ્યુ કે મંડી અને એમએસપીની વર્તમાન વ્યવસ્થા દેશમાં ચાલુ રહેશે.

English summary
Farmers Protest: PM Modi to address farmers of Madhya Pradesh through video conferencing today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X