રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢી રહેલ પ્રિયંકા ગાંધીને પોલિસે લીધા કસ્ટડીમાં
નવી દિલ્લીઃ Priyanka Gandhi march to Rashtrapati Bhavan: કૃષિ કાયદા સામે રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢી રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને દિલ્લી પોલિસે કસ્ટડીમાં લઈ લીધા છે. પ્રિયંકા ગાંધી ઉપરાંત અમુક અન્ય નેતાઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢવા અને કૃષિ કાયદાઓના વિરોધમાં 2 કરોડ હસ્તાક્ષર પત્ર રાષ્ટ્રપતિને સોંપવાનુ એલાન કર્યુ હતુ પરંતુ પોલિસે માત્ર 3 લોકોને જ અનુમતિ આપી હતી. ત્યારબાદ દિલ્લીના વિજયચોક પર જમા થયેલા કોંગ્રેસ નેતા અને પ્રયિંકા ગાંધી જ્યારે રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધ્યા તો પોલિસે તેમને કસ્ટડીમાં લઈ લીધા.
પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ નેતાઓને કસ્ટડીમાં લીધા બાદ દિલ્લી પોલિસ મંદિર માર્ગે તેમને પોલિસ સ્ટેશન લઈ ગઈ છે. વળી, કસ્ટડીમાં લીધા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યુ, 'અમે એક લોકતંત્રમાં રહીએ છીએ અને આ લોકો જનતા દ્વારા ચૂંટાયેલા સાંસદ છે. આ સાંસદોને રાષ્ટ્રપતિને મળવાનો અધિકાર છે અને તેમને આની મંજૂરી મળવી જોઈએ. આમાં સરકારને શું સમસ્યા છે? સરકાર એ ખેડૂતોની વાત પણ સાંભળવા માટે તૈયાર નથી જે લાખોની સંખ્યામાં દિલ્લીની સીમાઓ પર કૃષિ કાયદાના વિરોધમાં આટલા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે.'
ખેડૂતોને એન્ટી નેશનલ કહેવા પાપ- પ્રિયંકા ગાંધી
ખેડૂતોને વિપક્ષ દ્વારા ઉશ્કેરવાના આરોપ પર પ્રિયંકા ગાંધીએ કહ્યુ, 'ક્યારેક તે કહે છે કે અમે લોકો એટલા નબળા છીએ તે વિપક્ષની ભૂમિકા પણ નિભાવી નથી શકતા અને ક્યારેક તે કહે છે કે અમે લોકો એટલા પાવરફૂલ છીએ કે કૃષિ કાયદાના વિરોધમાં લાખો ખેડૂતોને મહિનાઓ સુધી દિલ્લીની સીમાઓ પર બેસાડી શકીએ છીએ. સૌૈથી પહેલા ભાજપ એ નક્કી કરે કે અમે લોકો શું છે? ખેડૂતોને એન્ટી નેશનલ કહેવા અને ખાલિસ્તાની કહેવા પાપ છે અને જો સરકાર આવુ કહેતી હોય તો સરકાર પાપી છે.'
ગુરુદેવનુ વિઝન આત્મનિર્ભર ભારતનો સારઃ પીએમ મોદી