ખેડૂત આંદોલનઃ આજે અમિત શાહને મળશે પંજાબ CM, હરસિમરતે કહ્યુ, 'કેપ્ટન-મોદીની સાંઠગાંઠ'
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં લગભગ એક સપ્તાહથી ચાલી રહેલ ખેડૂત આંદોલન માટે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ આજે ગુરુવાર(3 ડિસેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત પહેલા થઈ રહી છે. આ મુલાકાત વિશે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી ધળના નેતા હરસિમરત કૌર બાદલે ટ્વિટ કરીને નિશાન સાધ્યુ છે. હરસિમરત કૌરે અમિત શાહ અને પંજાબ સીએમની મુલાકાતને કેપ્ટન-મોદી વચ્ચે સાંઠગાંઠ ગણાવી છે.
હરસિમરત કૌરે ટ્વિટ કર્યુ, 'કેપ્ટન-મોદીની સાંઠગાંઠ બહાર પડી ગઈ છે, જ્યારે વટહુકમ પાસ કરવામાં આવ્યો ત્યારે કેપ્ટન એક ઈંચ પણ હલ્યા નહોતા. ખેડૂતો જ્યારે રેલવેના પાટા પર બેઠા ત્યારે પણ ન હલ્યા અને ખેડૂતો પર અશ્રુ ગેસ અને વૉટર કેનન છોડવામાં આવ્યા ત્યારે પણ ન હલ્યા. ખેડૂતો ઠંડીમાં દિલ્લીના રસ્તા પર બહાદૂરીથી અડગ રહ્યા છે. પરંતુ ગૃહમંત્રી તેમને(કેપ્ટન અમરિંદર સિંહ)ને બોલાવે છે અને તે દોડીને જતા રહે છે. પરંતુ મિલિયન ડૉલરનો અહીં સવાલ તો એ ઉઠે છે કે આ કોના હિતમાં છે.'
હરસિમરત કૌર બાદલ કૃષિ કાયદાના વિરોધમાં કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપી ચૂક્યા છે. હરસિમરત કૌરે આ નવા ખેડૂત કાયદા વિશે કહ્યુ હતુ કે આ ખેડૂતોના હિતમાં નથી અને તે આનો વિરોધ કરીને પોતાનુ રાજીનામુ આપી રહ્યા છે. દિલ્લીની સીમા પર ચાલી રહેલ ખેડૂત આંદોલનના મુદ્દે અમરિંદર સિંહ અને અમિત શાહમાં મુલાકાત આજે સવારે 9.30 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે થશે. રિપોર્ટ મુજબ પંજાબ સીએમ અમરિંદર સિંહ સવારે 8 વાગે ચંદીગઢથી દિલ્લી માટે રવાના થશે. ખેડૂત સંગઠન ગુરુવારે એક વાર ફરીથી કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. પરંતુ આ પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત ઘણી મહત્વની હોઈ શકે છે. અમરિંદર સિંહે ખેડૂત વિરોધનુ ખુલીને સમર્થન કર્યુ છે.
Capt-Modi nexus exposed: Capt didn't move an inch when ordinances were passed, nor when farmers sat on rail tracks, neither when they faced water cannons & tear gas & braved the chill on Delhi roads. But HM cracks the whip & he runs, but in whose interest is million $ question! pic.twitter.com/gxgxDZrtL6
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) December 2, 2020