જરૂર પડી તો ખેડૂતો પોતાના ઉભા પાકમાં આગ લગાવી દેશે, રાકેશ ટિકૈતની ચેતવણી
નવી દિલ્લીઃ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા ઘણા લાંબા સમયથી દિલ્લીની સીમાઓ પર ચાલી રહેલ ખેડૂત આંદોલન વચ્ચે ભારતીય ખેડૂત સંગઠનના નેતા રાકેશ ટિકૈતે એક મોટુ નિવેદન આપ્યુ છે. રાકેશ ટિકૈતે ગુરુવારે કહ્યુ કે કૃષિ કાયદાના વિરોદમાં આ આંદોલન ચાલુ રાખવા માટે ખેડૂતોએ પોતાના એક પાકનુ બલિદાન આપવા માટે તૈયાર રહેવુ જોઈએ. રાકેશ ટિકૈતે સ્પષ્ટ રીતે કહ્યુ કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણે કૃષિ કાયદાને પાછા નહિ લે ત્યાં સુધી ખેડૂતો પોતાનુ આંદોલન ખતમ કરવાના નથી.
હરિયાણામાં હિસારના એક ગામમાં આયોજિત ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરીને રાકેશ ટિકૈતે કહ્યુ, 'સરકાર કહી રહી છે કે ખેડૂતો હવે ઘઉંના પાકની કાપણી માટે ગામોમાં પાછા જતા રહેશે. હું તમને કહેવા માંગુ છુ કે જો જરૂર પડી તો તમારે એક પાકનુ બલિદાન આપવા માટે તૈયાર રહેવુ જોઈએ.. તમારે પોતાના ઉભા પાકને બાળવા માટે તૈયાર રહેવુ જોઈએ.'
આ વખતે હળ ક્રાંતિ કરશે ખેડૂતોઃ રાકેશ ટિકૈત
આ સાથે જ રાકેશ ટિકૈતે ખેડૂતોને મોટાપાયે વિરોધ પ્રદર્શન માટે તૈયાર રહેવા માટે કહ્યુ. મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે કહ્યુ, 'પોતાના ટ્રેક્ટરને તેલ ભરીને તૈયાર રાખો. ખેડૂત સંગઠનના નિર્ણય પર તમને આંદોલન માટે કોઈ પણ સમયે બોલાવવામાં આવી શકે છે. આ વખતે હળ ક્રાંતિ થશે જેમાં ખેડૂતો પોતાની ખેતીના ઓજારો લઈને રસ્તા પર ઉતરશે.' રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલન ચાલુ રાખવાનુ એલાન કરીને કહ્યુ કે કૃષિ કાયદાના વિરોધમાં હવે પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત સહિત દેશભરમાં ખેડૂત મહાપંચાયત થશે.
બાબા રામદેવે પતંજલિની કોરોનાની દવાના રિસર્ચ પેપર કર્યા જાહેર