For Daily Alerts
Farmers Protest: સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન માટે શું-શું કહ્યુ?
Farmers Protest Update: મોદી સરકારના કૃષિ કાયદા સામે પંજાબ-હરિયાણાના ખેડૂતોનુ પ્રદર્શન ચાલુ છે. ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર નવા કાયદાને પાછા નહિ લે ત્યાં સુધી તે દિલ્લીની બૉર્ડર પર મોરચો સંભાળીને રાખશે. આ દરમિયાન આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો જ્યાં સોમવારે ડીએમકે સાંસદ તિરુચિ શિવા, રાજદ સાંસદ મનોજ ઝા સહિત ઘણા લોકો તરફથી દાખલ અરજીની સુનાવણી થઈ. આ અરજીઓમાં ત્રણ કૃષિ કાયદાની બંધારણીયતાને પડકારવામાં આવી હતી. આવો જાણીએ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવેલી મોટી વાતો-
- સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ શરદ અવરિંદ બોબડેએ કહ્યુ કે જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે, તેનાથી અમે નિરાશ છીએ.
- સીજેઆઈએ પૂછ્યુ કે અમે નથી જાણતા કે શું વાતચીત ચાલી રહી છે? શું થોડા સમય માટે કૃષિ કાયદાને સ્થગિત કરી શકાય છે?
- કોર્ટે કહ્યુ કે અમુક લોકોએ આંદોલન દરમિયાન આત્મહત્યા કરી લીધી. આમાં વૃદ્ધો અને મહિલાઓ પણ શામેલ થયા. અત્યાર સુધી કોઈએ એક પણ અરજી એવી દાખલ કરી નથી જેમાં કહેવામાં આવ્યુ હોય કે ત્રણે કાયદા ખેડૂતોના ભલા માટે છે.
- સીજેઆઈએ કહ્યુ કે જો કંઈ ખોટુ થશે તો આપણે સૌ તેના જવાબદાર હોઈશુ, અમે પોતાના હાથે કોઈનુ ખૂન નથી ઈચ્છતા. જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને લાગુ થતા રોકવા ન માંગતી હોય તો અમે તેના પર રોક લગાવી દઈશુ.
- વળી, એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યુ કે જ્યાં સુધી એ ખબર ન પડે કે કાયદો બિલ વિના પાસ થયો છે ત્યાં સુધી ત્યાં સુધી અદાલત કાયદા પર રોક ન લગાવી શકે આનાથી મૌલિક અધિકારોનુ ઉલ્લંઘન થાય છે.
- સીજેઆઈએ કહ્યુ કે જે કંઈ પણ થઈ રહ્યુ છે તેના માટે સરકારે જવાબદારી લેવી જોઈએ, જો તમે કોઈ કાયદો લાવી રહ્યા હોય તો વધુ સારી રીતે લાવી શકાય છે.
- ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર સીજેઆઈએ કહ્યુ કે સરકારે સ્થિતિને યોગ્ય રીતે સંભાળી નથી, અમારે આજે કાર્યવાહી કરવી પડશે.
- ખેડૂતોને રાહત આપીને સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે આ આંદોલનને ખતમ કરવા નથી માંગતા. બસ અમે એટલુ જાણવા માંગીએ છીએ કે જો નવા કાયદા પર સ્ટે લાગી જાય તો શું તમે આંદોલનની જગ્યા બદલશો? કોર્ટ તરફથી એક કમિટી દ્વારા ખેડૂતોની માંગો સાંભળવાની વાત કહેવામાં આવી.
- કમિટીની વાત પર સરકારે સ્પષ્ટ કહ્યુ કે કોર્ટના કારણે અમારા હાથ બંધાયેલા છે. એ વાતનો ભરોસો આપવામાં આવે કે પ્રદર્શકારી ખેડૂત સમિતિ સાથે વાત કરવા માટે આવશે.
- આના પર ખેડૂત સંગઠન તરફથી વકીલ દુષ્યંત દવેએ કહ્યુ કે અમારા 4000 સંગઠન છે. એવામાં કમિટી પાસે જવુ છે કે નહિ અમે તેના પર વાતચીત કરવાનો નિર્ણય કરીશુ.
- દવેની વાત પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને કહ્યુ કે એવો માહોલ ન બનાવો કે તમે માત્ર સરકાર સાથે વાત કરીશો, કમિટી પાસે નહિ. જો કે ખેડૂત મહાપંચાયતે કમિટીના સૂચનનુ સ્વાગત કર્યુ અને કહ્યુ કે તે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન ચાલુ રાખશે.
- કોર્ટમાં અટૉર્ની જનરલે કહ્યુ કે આગામી 26 જાન્યુઆરીએ રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડ છે. ખેડૂત ત્યાં ટ્રેક્ટર રેલી કાઢીને તેમાં અડચણ નાખવા માંગીએ છીએ. આના પર ખેડૂત સંગઠનોના વકીલે કોર્ટ સામે ભરોસો વ્યક્ત અપાવ્યો કે રાજપથ પર કોઈ ટ્રેક્ટર નહિ ચાલે.
- સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનો અને સરકારને કમિટી માટે અમુક નામો સૂચવવા માટે કહ્યુ છે. આ કેસમાં મંગળવારે ફરીથી સુનાવણી થઈ શકે છે. સાથે જ કોર્ટે કમિટી પર અંતિમ ચુકાદો પણ લઈ શકે છે. કોર્ટે આશા વ્યક્ત કરી કે કમિટી જ જણાવશે કે કાયદો હકમાં છે કે નહિ.
મહિલા પાયલટની ટીમે ઉડાવી અત્યાર સુધીની સૌથી લાંબી ફ્લાઈટ