Farmers Protest: ખેડૂતો અને સરકાર વચ્ચે આજે બેઠક, વાતચીત પહેલા શાહને મળ્યા તોમર
નવી દિલ્લીઃ Farmers protest updates: કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 30 ડિસેમ્બર એટલે કે આજે એક વાર ફરીથી વાતચીત થવાની છે. આ પહેલા મંગળવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલ સાથે એક મહત્વની બેઠક કરી છે. વાતચીત પહેલા આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અત્યાર સુધી થયેલી પાંચ દોરની વાતચીત પરિણામહિન રહી છે. કેન્દ્રએ ગતિરોધ સમાપ્ત કરવા માટે કાલે થનારી આગલા દોરની વાર્તા માટે 40 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને આમંત્રિત કર્યા છે. આ તરફ મંગળવારે અમિત શાહે નરેન્દ્ર સિંહ તોમર અને પિયષ ગોયલ સાથે બેઠક કરી. સૂત્રો અનુસાર આ મુલાકાત દરમિયાન નક્કી કરવામાં આવ્યુ છે કે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવે મંત્રી ગોયલ અને વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશ ખેડૂતો સાથે વાતચીતમાં કેન્દ્રનુ પ્રતિનિધિત્વ કરશે.
મંત્રીઓએ આ બેઠકમાં એ વિશે ચર્ચા કરી કે બુધવારે ખેડૂતો સાથે થનાર વાતચીતાં સરકારનુ શું વલણ રહેશે. ખેડૂત સંગઠનોએ 30 ડિસેમ્બરે સરકાર સાથે વાતચીત માટે ભલે હામી ભરી દીધી હોય પરંતુ નવા કૃષિ કાયદાને પાછો લેવાની માંગ પર તે હજુ પણ અડગ છે. વળી, 40 ખેડૂત યુનિયનોનુ પ્રતિનિધિત્વ કરનાર સંયુક્ત ખેડૂત મોરચાએ મંગળવારે પોતાના પત્રમાં કહ્યુ કે ચર્ચા માત્ર કાયદાને રદ કરવા અને એમએસપી પર કાયદાકીય ગેરેન્ટી આપવાની રીત પર થશે.
પત્રમાં કહેવામાં આવ્યુ કે બેઠકના એજન્ડામાં એનસીઆર તેમજ આની પાસેના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ કમિશન અંગે જારી વટહુકમમમાં સંશોધનને શામેલ કરવામાં આવે જેથી ખેડૂતોને દંડાત્મક જોગવાઈથી બહાર રાખી શકાય. પત્ર દ્વારા મોરચાએ વાતચીત માટે સરકારના આમંત્રણને ઔપચારિક રીતે સ્વીકાર કર્યો છે.
પત્રમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે ખેડૂતોના હિતોની રક્ષા માટે વીજળી સંશોધન બિલ 2020ને પાછુ લેવાનો મુદ્દો પણ વાતચીતના એજન્ડામાં શામેલ થવુ જોઈએ. આ દરમિયાન કેન્દ્રીય કાયદાનો વિરોધ પ્રદર્શન કરી રહેલ ખેડૂત સંગઠનોએ બુધવારે સરકાર સાથે થનારી વાતચીતના લીધો પોતાનો પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચ ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી છે. આ પહેલા સંયુક્ત ખેડૂત મોરચાએ ઘોષણા કરી હતી કે 30 ડિસેમ્બરે સિંઘુ બૉર્ડર અને ટીકરી બૉર્ડરથી કુંડળી-માનેસર-પલવલ(કેએમપી) રાજમાર્ગ સુધી ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. પંજાબ, હરિયાણા અને દેશના અમુક ભાગોમાં આવેલા હજારો ખેડૂતો દિલ્લી પાસે સિંધુ બૉર્ડર, ટીકરી બૉર્ડર અને ગાજીપુર બૉર્ડર પર છેલ્લા 31 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે.