For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

500થી વધુ ખેડૂત સંગઠન પરંતુ આમંત્રણ માત્ર 32ને, અમે વાતચીત માટે નહિ જઈએઃ ખેડૂત નેતા

પંજાબ ખેડૂત સંઘર્ષ સમિતિએ કહ્યુ કે જ્યાં સુધી સરકાર બધી ખેડૂત સંગઠનોને નહિ બોલાવે, તે વાતચીત માટે નહિ જાય.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે હરિયાણા અને પંજાબના ખેડૂત સંગઠનોનુ વિરોધ પ્રદર્શન છેલ્લા 6 દિવસોથી સતત ચાલુ છે. હજારોની સંખ્યામાં ખેડૂત દિલ્લીની સિંધુ બૉર્ડર પર અડગ છે. ખેડૂતોનુ કહેવુ છે કે તે ત્યાં સુધી પાછા નહિ જાય જ્યાં સુધી સરકાર તેમની માંગો ન માને. આ દરમિયાન સોમવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત સંગઠનોને વાતચીત માટે આમંત્રિત કર્યા. નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને મંગળવારે બપોરે 3 વાગે વાતચીત માટે બોલાવ્યા છે. જો કે પંજાબ ખેડૂત સંઘર્ષ સમિતિએ કહ્યુ કે જ્યાં સુધી સરકાર બધી ખેડૂત સંગઠનોને નહિ બોલાવે, તે વાતચીત માટે નહિ જાય.

farmer

પંજાબ ખેડૂત સંઘર્ષ સમિતિના સંયુક્ત સચિન સુખવિંદર સિંહ સબરાને મંગળવારે મીડિયા સાથે વાત કરીને કહ્યુ, 'દેશભરમાં અત્યારે ખેડૂતોના 500થી વધુ સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ સરકારે માત્ર 32 સંગઠનોને જ વાતચીત માટે આમંત્રિત કર્યા છે. બાકી સંગઠનોને સરકારે વાતચીત માટે નથી બોલાવ્યા. અમે ત્યાં સુધી સરકાર પાસે વાતચીત માટે નહિ જઈએ જ્યાં સુધી બધા સંગઠનોને બોલાવવા નહિ આવે.'

ખેડૂતોના પ્રદર્શન પર કૃષિ મંત્રીએ શું કહ્યુ

તમને જણાવી દઈએ કે સોમવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે પહેલા પણ તૈયાર હતી અને આજે પણ તૈયાર છે. નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ, 'ખેડૂતો સાથે વાતચીત માટે તેમણે મંગળવારે બપોરે 3 વાગે દિલ્લીના વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનોને આમંત્રિત કર્યા છે. સરકારે પહેલા જ 13 નવેમ્બરે એ નિશ્ચિત કર્યુ હતુ કે 3 ડિસેમ્બરે ખેડૂત સંગઠનો સાથે આગલા દોરની વાતચીત કરવામાં આવશે પરંતુ કોરોના વાયરસની સ્થિત અને વધતી ઠંડી વચ્ચે ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતા અમે બે દિવસ પહેલા જ તેમને વાતચીત માટે બોલાવ્યા છે. કૃષિ કાયદા વિશે ખેડૂતો વચ્ચે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે અને સરકાર વાતચીત દ્વારા તેમની સમસ્યાઓનુ સમાધાન કરશે.'

કૃષિ મંત્રીએ બપોરે 3 વાગે ખેડૂત યુનિયનની બેઠક બોલાવીકૃષિ મંત્રીએ બપોરે 3 વાગે ખેડૂત યુનિયનની બેઠક બોલાવી

English summary
Farmers Protest: We will not go for talks until government calls all farmer organizations sai Punjab Kisan Sangharsh Committee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X