For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોએ ભાજપને આપી ચેતવણી, ગામમાં લગાવ્યાં 'No Entry'નાં બોર્ડ

ભાજપને ખેડૂતોની ચેતવણી, કહ્યું- ગામમાં ન ઘૂસતા

|
Google Oneindia Gujarati News

અમરોહાઃ ઉત્તર પ્રદેશના અમરોહામાં ખેડૂતોએ ભાજપના નેતાઓને ગામમાં ઘૂસવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગામની બહાર ચેતવણી ભર્યો એક બોર્ડ પણ લગાવી દીધો છે, જેના પર લખ્યું છે કે ભાજપ વાળાઓ માટે આ ગામમાં આવવાની સખ્ત મનાઈ છે. જણાવી દઈએ કે હરિદ્વારથી દિલ્હી સુધી કિસાન ક્રાંતિ યાત્રા નીકળી હતી. દિલ્હીમાં ખેડૂતો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ વાતથી નારાજ રસૂલપુર માફીના લોકોએ ભાજપના નેતાઓને પોતાના જોખમે ગામમાં ઘૂસવાની ચેતવણી આપી દીધી છે.

ખેડૂતો પર થયો હતો લાઠીચાર્જ

ખેડૂતો પર થયો હતો લાઠીચાર્જ

કિસાન ક્રાંતિ યાત્રા દરમિયાન હરિદ્વારથી દિલ્હી સુધી નીકળેલા લાખો ખેડૂતોને ગાઝિયાબાદમાં દિલ્હી ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. એટલું જ નહિ ખેડૂતો પર લાઠીચાર્જ, ટીયર ગેસના ગોળા, પાણીના ફૂવારા પણ છોડવામાં આવ્યા હતા. જેને પગલે ખેડૂતોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે. અમરોહા જનપદના ગામ રસૂલપુર માફીમાં ખેડૂતોએ ભાજપના નેતાઓને ગામમાં ઘૂસવાની ના પાડી દીધી છે સાથે જ ચેતાવણી પણ આપી છે. જે બાદ ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.

ગામમાં લગાવ્યાં નો એન્ટ્રીનાં બોર્ડ

ગામમાં લગાવ્યાં નો એન્ટ્રીનાં બોર્ડ

બોર્ડ પર લખ્યું છે કે 'કિસાન એકતા જિંદાબાદ. ભાજપ વાળાઓએ ગામમાં આવવાની સખ્ત મનાઈ છે. જાનમાલની સ્વયં સુરક્ષા કરે. સૌજન્યથી કિસાન એકતા, રસૂલપુર માફી, અમરોહા.' ગામમાં આ બોર્ડ લાગતાં સ્થાનિક ભાજપી કાર્યકરોની સાથે પોલીસ પ્રશાસનમાં પણ હડકંપ મચ્યો છે. ખેડૂતો પરના હુમલાથી નારાજ સ્થાનિક ખેડૂત ધર્મપાલે જણાવ્યું કે તેઓ કિસાન ક્રાંતિ યાત્રામાં ગયા હતા, એમની સાથે હજારો ખેડૂતોને દિલ્હી નહોતા જવા દેવાયા. એટલું જ નહિ નિર્દોષ ખેડૂતો પર લાઠી ચાર્જ અને ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા, જેમાં કેટલાય લોકો ઘાયલ થયા હતા.

ભાજપથી નારાજ થયા ખેડૂતો

ભાજપથી નારાજ થયા ખેડૂતો

આ પ્રદર્શનમાં ખુદ ધર્મપાલ પણ ઘાયલ થયા હતા. એમણે કહ્યું કે ખેડૂતોની વાતનો દેખાવો કરતી ભાજપ સરકાર હવે તેમને બિલકુલ પસંદ નથી. ખેડૂતોની આવા પ્રકારની સાર્વજનિક નારાજગીથી સ્થાનીય ભાજપી નેતાઓની સાથે હાઈ કમાન્ડ પણ ચિંતિત છે. કેમ કે લોકસભા ચૂંટણીઓમાં વિપક્ષી પાર્ટીઓનો મુકાબલો કરવાથી વધુ જો આવા સમુદાયો નારાજ થઈ જશે તો મુશ્કેલીજનક હાલાત સર્જાશે.

આ પણ વાંચો-2019 ચૂંટણી પહેલા EVM-VVPATને લઈ ચૂંટણી પંચની ખાસ તૈયારી

English summary
Farmers put board, warn bjp not to enter in village
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X