Farmers Tractor March: ખેડૂતોની ટ્રેક્ટર પરેડ પહેલા દિલ્લી પોલિસે બંધ કર્યો સિગ્નેચર બ્રીજ, આ છે કારણ
નવી દિલ્લીઃ Farmers tractor march Delhi. દેશમાં 72માં ગણતંત્ર દિવસના પ્રસંગે આજે દિલ્લીના રાજપથ પર પરેડનુ આયોજન કરવામાં આવશે. વળી, કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ પણ ટ્રેક્ટર માર્ચ કાઢવાનુ એલાન કર્યુ છે. ખેડૂતોની ટ્રેક્ટર માર્ચને જોતા દિલ્લી પોલિસે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પૂરતો બંદોબસ્ત કર્યો છે. આ દરમિયાન સોમવારે અમુક પ્રદર્શનકારીઓએ લૉની બૉર્ડર તરફથી ટ્રેક્ટરો સાથે દિલ્લીમાં એન્ટ્રી કરવાની બળજબરીથી કોશિશ કરી અને બેરિકેંડિંગ તોડી દીધા ત્યારબાદ દિલ્લી પોલિસે રાજધાનીનો સિગ્નેચર બ્રીજ બંધ કરી દીધો છે.
તમને જણાવી દઈએ કે દિલ્લી પોલિસે ખેડૂત સંગઠનોની ટ્રેક્ટર માર્ચ માટે ખેડૂતોને દિલ્લીની માત્ર ત્રણ બૉર્ડર - સિંધુ બૉર્ડર અને ગાજીપુર બૉર્ડરથી જ રાજધાનીમાં ટ્રેક્ટર સાથે એન્ટ્રીની મંજૂરી આપી છે. સોમવારે અમુક ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો સાથે લૉની બૉર્ડર તરફથી દિલ્લીમાં એન્ટ્રી કરવાની કોશિશ કરી ત્યારબાદ પોલિસે હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો.
દરેક બૉર્ડર પર સીમિત સંખ્યામાં જ ટ્રેક્ટરોને પ્રવેશની મંજૂરી
વળી, 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીને ધ્યાનમાં રાખીને પોલિસે શાહદરામાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. કોઈ પણ અનહોનીથી બચવા માટે ભારે સંખ્યામાં અહીં પોલિસ બળ તૈનાત કરવામાં આવ્યુ છે. દિલ્લી પોલિસે રાજધાનીની દરેક સીમા પર માત્ર સીમિત સંખ્યામાં જ ટ્રેક્ટરોને પ્રવેશની મંજૂરી આપી છે. સાથે જ સિમેંટેડ બ્લૉક્સ અને ક્રેનોને ઈમરજન્સીની સ્થિતિ માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
હાઈ એલર્ટ પર દિલ્લી પોલિસ
ઉલ્લેખનીય છે કે દિલ્લી પોલિસના ખુફિયા વિભાગથી ઈનપુટ મળ્યા છે કે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન રાજધાનીમાં શાંતિ ભંગ કરવાનુ ષડયંત્ર કરવામાં આવી શકે છે. જેના પરિણામે દિલ્લી પોલિસ હાઈ એલર્ટ પર છે. ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે દિલ્લી ટ્રાફિક પોલિસે લોકો માટે એક ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરી છે. દિલ્લી પોલિસની એડવાઈઝરી મુજબ ખેડૂતોની ટ્રેક્ટર માર્ચના કારણે નેશનલ હાઈવે-9 અને નેશનલ હાઈવે-24 સવારે 10 વાગ્યા પછી બંધ રહેશે. આ સાથે સાવચેતી રૂપે આનંદ વિહાર આંતરરાજ્ય બસ ટર્મિનસને પણ મંગળવારે બંધ રાખવામાં આવ્યુ છે.
PM મોદીએ દેશવાસીઓને આપી ગણતંત્ર દિવસની શુભકામનાઓ