For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ડબલ મર્ડરઃ ફેશન ડિઝાઈનરની તેના સ્ટાફે કેમ કરી દીધી હત્યા?

રાજધાની દિલ્હીમાં બે દિવસ પહેલા પૉશ વિસ્તારમાં થયેલા ડબલ મર્ડરે સૌને હચમચાવી દીધા છે. ફેશન ડિઝાઈનર માલા લખાણી અને તેના નોકરની હત્યાનો ગુનો દરજીએ કબૂલી લીધો છે.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીમાં બે દિવસ પહેલા પૉશ વિસ્તારમાં થયેલા ડબલ મર્ડરે સૌને હચમચાવી દીધા છે. ફેશન ડિઝાઈનર માલા લખાણી અને તેના નોકરની હત્યાનો ગુનો દરજીએ કબૂલી લીધો છે. દરજી રાહુલ અનવરે માલા લખાની હત્યાની પાછળનું કારણ જણાવ્યુ કે તે એ સમયે સેલરી ચૂકવતી નહોતી. જેનાથી તે નારાજ હતો. તેણે પોતાના દોસ્તો સાથે મળીને ફેશન ડિઝાઈનરની હત્યા કરી દીધી હતી. ફેશન ડિઝાઈનરની હત્યા કરીને તે પોતે પોલિસ સ્ટેશનમાં ધરપકડ માટે પહોંચી ગયો.

આ પણ વાંચોઃ Opinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો?આ પણ વાંચોઃ Opinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો?

રાહુલ અનવર તેના બુટીકમાં દરજીનું કામ કરતો હતો

રાહુલ અનવર તેના બુટીકમાં દરજીનું કામ કરતો હતો

રાહુલે પોલિસને જણાવ્યુ કે તેણે ફેશન ડિઝાઈનરની હત્યા કેમ કરી. માલા લખાની આગ્રાની રહેવાસી હતી. છેલ્લા ઘણા વર્ષોથી તે સાઉથ દિલ્હીના પૉશ વિસ્તાર વસંત કુંજમાં રહેતી હતી. તે ગ્રીન પાર્ક વિસ્તારમાં બુટિક ચલાવતી હતી. આરોપી રાહુલ અનવર તેના બુટીકમાં દરજીનું કામ કરતો હતો. આરોપીનું કહેવુ છે કે કેટલાક સમયથી માલા તેને પૈસા નહોતી આપતી. જેના કારણે તે ચિતિંત હતો. તે પૈસા માંગી માંગીને થાકી ગયો હતો. એટલા માટે તેણે હત્યાને અંજામ આપ્યો. ફેશન ડિઝાઈનરની બૂમો સાંભળીને જ્યારે નોકર બહાદૂક તેને બચાવવા આવ્યો તો તેને પણ આરોપીઓએ મોતને ઘાટ ઉતારી દીધો.

10 દિવસ પહેલા માયાની હત્યા અને લૂંટનો પ્લાન બનાવ્યો

10 દિવસ પહેલા માયાની હત્યા અને લૂંટનો પ્લાન બનાવ્યો

રાહુલ અનવરે પોતાના બે સાથીએ રહેમત અને વસીમ સાથે મળીને લગભગ 10 દિવસ પહેલા માયાની હત્યા અને લૂંટનો પ્લાન બનાવ્યો. રાહુલના બંને સાથીઓ પણ વ્યવસાયે દરજી છે અને તેઓ ક્યારેક ક્યારેક રાહુલની મદદ કરવા માટે માલાના ઘરે આવતા હતા. પ્લાન મુજબ રાહુલે પોતાના બે સાથીઓને માલાના બંગલે બુધવારે રાતે પહેલેથી જ બોલાવી લીધા હતા. પછી રાતે લગભગ 10 વાગે માલા લખાનીને તેમના રૂમમાં બુટીકમાં તૈયાર કપડા જોવા માટે બોલાવવામાં આવ્યા. જેવી માલા લખાની બુટીકમાં પહોંચી, રાહુલે પોતાના સાથીઓની સાથે મળીને માલા લખાની પર ચાકૂઓથી વાર કરી દીધા.

લૂંટનો સામાન લઈને ફરાર થયા ત્રણ આરોપી

લૂંટનો સામાન લઈને ફરાર થયા ત્રણ આરોપી

ઘરનો નોકર બહાદૂર માલા લખાનીની બૂમ સાંભળીને ત્યાં પહોંચ્યો તો આ ત્રણેએ તેમને પણ મારી નાખ્યો. બેવડા હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ત્રણમે વર્કશોપમાંથી નીકળી મુખ્ય રૂમમાં પહોંચી ગયા. જ્યાં ત્રણેએ એ બધો કિંમતી સામાન ઉઠાવી લીધો. એ સામાનમાં મોટેભાગે ઘરેણા હતા. ત્રણે બધો સામાન માલાની ગાડીમાં મૂક્યો અને ઘરમાંથી નીકળી ગયા. ગાડી વસીમ ચલાવી રહ્યો હતો. ત્રણે આ ગુનો કર્યા બાદ રંગપુર પહાડી પર પહોંચ્યા. તેમણે હત્યા દરમિયાન ઉપયોગ કરેલ ચાકૂ અને લોહીથી ખરડાયેલા પોતાના કપડાં એક તળાવમાં ફેંકી દીધા અને નવા કપડાં પહેરી લીધા.

ત્રણેએ પોલિસને પોતાના ગુનાની કહાની જણાવી

ત્રણેએ પોલિસને પોતાના ગુનાની કહાની જણાવી

જ્યારે ત્રણેને અહેસાસ થયો કે તે પકડાઈ જશે તો ત્રણે દોસ્તોએ પોલિસ પાસે જવાનો નિર્ણય કર્યો. ત્રણે સીધા પોલિસ સ્ટેશન પહોંચશે. જે સમયે તે પોલિસ સ્ટેશન પહોંચ્યા ત્યારે રાતના પોણા ત્રણ વાગ્યા હતા. ત્રણે પોલિસને પોતાના ગુનાની કહાની જણાવી. પહેલા પોલિસને લાગ્યુ કે તે નશાની હાલતમાં જૂઠ બોલી રહ્યા છે પરંતુ તેમણે જણાવ્યુ કે હત્યા બાદ તેઓ લૂંટનો સામાન માલાની કારમાં મૂકીને આવ્યા છે. જે કાર પોલિસ સ્ટેશનમાં પડી છે. પોલિસે કાર જપ્ત કરી અને ત્યારબાદ એસએચઓ પોતાની ટીમ સાથે ત્રણે આરોપીઓને લઈને ઘરમાં પહોંચી જ્યાં તેમણે હત્યા કરી હતી.

આ પણ વાંચોઃ ફેસબુક-એપ્પલમાં વધ્યો ઝઘડો, ઝૂકરબર્ગનો કર્મચારીઓને માત્ર એંડ્રોઈડ વાપરવા આદેશઆ પણ વાંચોઃ ફેસબુક-એપ્પલમાં વધ્યો ઝઘડો, ઝૂકરબર્ગનો કર્મચારીઓને માત્ર એંડ્રોઈડ વાપરવા આદેશ

English summary
fashion designer Mala Lakhani was killed by her own staff in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X