પિતાએ 6 વર્ષના દીકરાને પાણીમાં ડૂબાડી હત્યા કરી, પત્નીએ કેસ કર્યો
બાડમેરઃ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગામમાં ધ્રુજાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના છ વર્ષીય પુત્રને પાણીના ટાંકામાં ડૂબાડી હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ આરોપી પિતા ઘટના સ્થળેથી ભાગી ગયો. આરોપીની પત્ની સુગણી દેવીએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે નોંધાવ્યું કે આરોપી લાંબા સમયથી મારા અને મારા બાળકો સાથે મારપિટ કરી અમને પરેશાન કરતો હતો.
ગુરુવારે સાંજે સાત વાગ્યે તેણે મારી અને મારા બાળકો સાથે મારપીટ કરી અને મારા બાળકોને છીનવી લીધા. જે બાદ તેણે મારા મોટા દીકરા વિક્રમ (6)ને પાણીના ટાંકામાં ફેંકી હત્યા કરી નાખી. સુગણીદેવીએ પોતાના પતિ જેહરામ ઉર્ફ દેવીલાલ સહિત સાસરીયા પક્ષના પુરખારામ, અર્જુનરામ, રાણારામ અને મામી સસુર મગારામ વિરુદ્ધ હત્યાનો રિપોર્ટ નોંધાવ્યો છે.
જાણકારી મુજબ આરોપી જેહારામ પાછલા લાંબા સમયથી પોતાના સસરાને જીવથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. થોડા દિવસો પહેલા આરોપી દ્વારા પત્ની અને બાળકોની મારપિટ કરવાની બાયતુ પોલીસ સ્ટેશને રિપોર્ટ નોંધવામાં આવી હતી જે બાદ સામાજિક સ્તરે સમજૂતી કરાવવામા આવી હતી. જો કે આરોપી છતાં સુધર્યો નહિ અને મારપિટ ચાલુ રાખી.
કોરોનાનો ઈલાજ કરાવી રહેલા બે કેદી હોસ્પિટલેથી ફરાર
હત્યાની સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પરિજનોની હાજરીમાં મૃતદેહને ટાંકામાંથી બહાર કાઢી સીએચસી બાયતુની મોર્ચરીમાં મેડિકલ બોર્ડ પાસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિજનોને સોંપી દીધો છે.