For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મજબુર પિતા લારી પર દીકરાને સાંકળથી બાંધીને રાખે છે

આગ્રામાં એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં એક પિતા પોતાના દીકરાને લારી પર સાંકળથી બાંધીને રાખે છે.

|
Google Oneindia Gujarati News

આગ્રામાં એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં એક પિતા પોતાના દીકરાને લારી પર સાંકળથી બાંધીને રાખે છે. પિતાએ જણાવ્યું કે તેમનો દીકરો માનસિક રીતે બીમાર છે અને ઘણીવાર તે અજીબ હરકતો કરે છે. એટલું જ નહીં પરંતુ યુવક બે વખત પોતાને સળગાવવાની કોશિશ પણ કરી ચુક્યો છે.

video

આ મામલો આગ્રાના ગામ રતન મીનાનો છે. જ્યાં એક યુવકને તેમના જ પરિજનો જાનવરો જેમ સાંકળમાં બાંધીને રાખવા માટે મજબુર છે. પરિજનોએ લોકો પાસે મદદ માંગી છે. સાંકળમાં બંધાયેલો પ્રમોદ નામનો યુવક માનસિક રૂપે બીમાર છે. એટલું જ નહીં પરંતુ પ્રમોદે ઘણીવાર પોતાને સળગાવવાની કોશિશ પણ કરી છે. પ્રમોદને બચાવવા માટે તેનો પરિવાર તેને સાંકળથી બાંધીને રાખે છે.

આ પણ વાંચો: Video: નશામાં ચૂર મોડલે પોલીસ સામે ઉતારી નાખ્યાં બધાં કપડાં

ખરેખર સાંકળથી બાંધીને રાખવું અમાનવીય વ્યવહાર છે. પરંતુ પરિજનો પોતાની પરેશાની અને દીકરાના પ્રેમને કારણે આવું કરવા માટે મજબુર છે. યુવકના ગરીબ પિતા દીકરાના ઉપચાર માટે લોકો પાસે મદદની ભીખ માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમના દીકરાને યોગ્ય ઉપચાર મળશે તો તેની સ્થિતિ સુધરી જશે. પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી નથી. આગ્રાના પાગલ ખાનામાં બતાવ્યા પછી પણ હજુ સુધી કોઈ ફાયદો નથી થયો.

English summary
father locked his son on the cart for his mental illness in agra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X