Video: મજબુર પિતા લારી પર દીકરાને સાંકળથી બાંધીને રાખે છે
આગ્રામાં એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં એક પિતા પોતાના દીકરાને લારી પર સાંકળથી બાંધીને રાખે છે. પિતાએ જણાવ્યું કે તેમનો દીકરો માનસિક રીતે બીમાર છે અને ઘણીવાર તે અજીબ હરકતો કરે છે. એટલું જ નહીં પરંતુ યુવક બે વખત પોતાને સળગાવવાની કોશિશ પણ કરી ચુક્યો છે.
આ મામલો આગ્રાના ગામ રતન મીનાનો છે. જ્યાં એક યુવકને તેમના જ પરિજનો જાનવરો જેમ સાંકળમાં બાંધીને રાખવા માટે મજબુર છે. પરિજનોએ લોકો પાસે મદદ માંગી છે. સાંકળમાં બંધાયેલો પ્રમોદ નામનો યુવક માનસિક રૂપે બીમાર છે. એટલું જ નહીં પરંતુ પ્રમોદે ઘણીવાર પોતાને સળગાવવાની કોશિશ પણ કરી છે. પ્રમોદને બચાવવા માટે તેનો પરિવાર તેને સાંકળથી બાંધીને રાખે છે.
Video: નશામાં ચૂર મોડલે પોલીસ સામે ઉતારી નાખ્યાં બધાં કપડાં
ખરેખર સાંકળથી બાંધીને રાખવું અમાનવીય વ્યવહાર છે. પરંતુ પરિજનો પોતાની પરેશાની અને દીકરાના પ્રેમને કારણે આવું કરવા માટે મજબુર છે. યુવકના ગરીબ પિતા દીકરાના ઉપચાર માટે લોકો પાસે મદદની ભીખ માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમના દીકરાને યોગ્ય ઉપચાર મળશે તો તેની સ્થિતિ સુધરી જશે. પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી નથી. આગ્રાના પાગલ ખાનામાં બતાવ્યા પછી પણ હજુ સુધી કોઈ ફાયદો નથી થયો.