પિતા જ બન્યો હેવાન, દીકરીઓ સાથે કરતો હતો ગંદુ કામ
કૌશાંબીઃ હવે ટેક્નોલોજીનો જમાનો આવ્યો અને હવે લોકો દીકરીઓને પહેલાની જેમ બોજ નથી સમજા બલકે ઘરની લક્ષ્મી માને છે અને લાડ-વ્હાલથી ઉછેરી દીકરીને સાસરિયે વિદાય છે. દરેક દીકરી સૌથી વધુ પોતાના પિતાની લાડકી હોય એમાં બીજો મત નથી ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં એક એવો નરાધમ બાપ છે જેણે પોતાની જ દીકરીઓ સાથે એવું ગંદું કામ કર્યું કે માનવતા પણ શર્મસાર થઈ જાય.

પિતા બન્યો હેવાન
ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં પિતા-દીકરીના સંબંધને કલંક લગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે છોકરીઓએ પોતાના પિતા પર દુષ્કર્મ કરતો હોવાનો આોપ લગાવ્યો છે. પીડિત બહેનોનો આરોપ છે કે વિરોધ કરવા પર તેના પિતા તેમની સાથે મારપીટ કરતો હતો. પીડિત બહેનો તરફથી ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આરોપી પિતા વિરુદ્ધ સંબંધિત કલમોમાં કેસ નોંધી ધરપકડ કરી લીધી છે. આરોપી હિસ્ટ્રીશીટર બદમાશ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

દીકરીઓ પર કરતો રેપ
જાણકારી મુજબ મામલો કૌશાંબી જિલ્લાના ચરવા પોલીસ સ્ટેશન ક્ષેત્રનો છે. પીડિતે પોલીસને આપેલ ફરિયાદ પત્રમાં જણાવ્યું કે 13 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યાની આજુબાજુમાં તેના પિતેએ તેની સાથે દુષ્કર્મ કર્યું. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરી. ફરિયાદમાં આગળ જણાવ્યું આરોપી પીડિતાની 15 વર્ષની બહેન સાથે પણ રેપ કર્યો હતો. ઘટના વિશે કોઈને પણ કહેવા પર મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે.

ધરપકડ થઈ
પીડિત દીકરીઓએ આ મામલાની જાણકારી પોતાની માને આપી. દીકરીની વાત સાંભળતાં જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે દીકરીઓને લઈ માતા પોલીસ સ્ટેશને પહોંચી. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ કંઈ કામ નથી કરતો. હંમેશા દારૂ પીને પડ્યો રહે છે. પોલીસ મુજબ આરોપી આ વિસ્તારનો હિસ્ટ્રીશીટર બદમાશ છે. છોકરીઓને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે. એસપી પ્રદીપ ગુપ્તા મુજબ પીડિતાની ફરિયાદ પર કેસ નોંધી આરોપી પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે.
કારમાં બેસવાના જ હતા ભાજપના નેતા કે ત્યારે જ તેમાંથી અજગર નિકળ્યો