For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોક બેન્ડમાં સામેલ કાશ્મીરી યુવતીઓ સામે ફતવો

|
Google Oneindia Gujarati News

battle band
શ્રીનગર, 4 ફેબ્રુઆરી: શ્રીનગરના મુખ્ય મુફ્તી બશીરૂદ્દીને રોક બેન્ડમાં સામેલ યુવતીઓની સામે ફતવો જારી કર્યો છે. કાશ્મીરી યુવતીઓના આ રોક બેન્ડ ગ્રુપને ઘણા દિવસોથી ધમકી મળી રહી હતી, પરંતુ હવે ખુદ મુખ્ય મુફ્તી બશીરૂદ્દીને સામે આવીને ફતવો જારી કરતા જણાવ્યું કે ઇસ્લામમાં સંગીત પર પાબંદી છે. તેમણે જણાવ્યું કે આ યુવતીઓએ કંઇક સારી બાબત શીખવી જોઇએ.

મુફ્તી બશીરૂદ્દીનના જણાવ્યા અનુસાર સંગીત અમારા સમાજ માટે સારી બાબત નથી. ભારતીય સમાજમાં બધી જ ખરાબ વસ્તુઓની ઝડમાં સંગીત જ છે. તેમણે રોક બેન્ડમાં સામેલ યુવતીઓના મા-બાપને સલાહ આપતા જણાવ્યું કે તેમણે પોતાના બાળકોને સારી બાબતો શીખવવી જોઇએ. તેમને હજારો લોકોની સામે મનોરંજનનું સાધન બનવાથી રોકવા જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીઓને ધમકી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દૂલ્લાએ યુવતીઓને સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેમણે ડરવાની જરૂર નથી.

યુવતીઓનું આ બેન્ડ ગયા વર્ષે ડિસેમ્બરમાં અત્રે 'બેટલ ઓફ બેન્ડ' કોમ્પિટિશન બાદ ચર્ચામાં આવ્યુ હતું. મુસ્લીમ આગેવાનો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે આ યુવતીઓએ પુરુષ પ્રધાન સંગીતની દુનિયામાં ડગ માંડીને પરંપરાનું ઉલ્લંઘન કર્યું છે.

English summary
After threats, fatwa issued against Kashmir's all-girl rock band.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X