Facebook Row: શશિ થરુર સામે ભાજપ સાંસદે કરી ફરિયાદ, મહુઆ મોઈત્રા આવ્યા સમર્થનમાં
નવી દિલ્લીઃ ફેસબુક મામલે જે રીતે કોંગ્રેસ સાંસદ શશિ થરુરે નિવેદન આપ્યુ હતુ તેની સામે ભારતીય જનતા પાર્ટીના સાંસદે ફરિયાદ કરી છે. ભાજપ સાંસદ કે જે ઈન્ફોર્મેશન ટેકનોલૉજી માટે બનેલી સંસદની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને શશિ થરુરની ફરિયાદ કરી છે. તમને જણાવી દઈએ કે શશિ થરુર આ કમિટીના અધ્યક્ષ છે. વાસ્તવમાં ફેસબુક વિશે અમેરિકાના પ્રતિષ્ઠિત વર્તમાનપત્રમાં સમાચાર છપાયા હતા જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ફેસબુકે ભાજપ નેતાઓ અને હિંદુવાદી નેતાઓની હેટ સ્પીચ સામે જાણીજોઈને કાર્યવાહી નથી કરી. આ રિપોર્ટ બાદ શશિ થરુરે કહ્યુ હતુ કે સ્ટેન્ડિંગ કમિટી આ વિશે ફેસબુકના વિચાર વિશે પૂછશે.

થરુરે ટ્વિટ કરીને કહી હતી આ વાત
શશિ થરુરે ટ્વિટ કરીને લખ્યુ હતુ કે ઈન્ફોર્મેશન ટેકનોલૉજી વિશે સંસદની સ્ટેન્ડિંગ કમિટી નિશ્ચિત રીતે ફેસબુકને આ રિપોર્ટ વિશે જાણવા ઈચ્છશે. સાથે જ અમે એ પણ જાણવા ઈચ્છીશુ કે ફેસબુક ભારતમાં હેટ સ્પીચ વિશે શું કરવા જઈ રહ્યુ છે. પરંતુ શશિ થરુરના આ ટ્વિટ બાદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યુ કે તેમણે આ બાબતે સ્પીકરનો સંપર્ક કર્યો. તેમણે કહ્યુ કે ભાજપના સાંસદો અને તેના સહયોગીઓ કે જે પેનલમાં સભ્ય છે તેમની તરફથી મે સ્પીકરનો સંપર્ક કર્યો છે.

નિશિકાંતે કરી ફરિયાદ
નિશિકાંત દુબેએ કહ્યુ કે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પાસે એ અધિકાર નથી કે તે કોઈ મુદ્દે પેનલના સભ્યો સાથે ચર્ચા કર્યા વિના કોઈ નિર્ણય લે. મે પહેલા જ સ્પીકરને આ વિશે વાત કરી છે. મે શશિ થરુરને પણ આ બાબતે લખીશ જેમણે ફેસબુક વિશે મીડિયામાં વાત કરી. હું તેમને પૂછીશ કે છેવટે પેનલના સભ્યો સાથે ચર્ચા કર્યા વિના અને તેમને વિશ્વાસમાં લીધા વિના તેમણે આવુ કેમ કહ્યુ. તમને જણાવી દઈએ કે નિશિકાંત દુબે ઉપરાંત ભાજપના વધુ એક સાંસદે પણ આ બાબતે ફરિયાદ કરી છે.

મહુઆ મોઈત્રાએ ઉઠાવ્યો સવાલ
વળી,તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાએ ભાજપના સાંસદના દાવા પર સવાલ ઉઠાવ્યો છે. મહુઆએ ટ્વિટ કરીને લખ્યુ કે હું પણ આ પેનલની સભ્ય છુ, આ મુદ્દે પહેલેથી જ સંમત્તિ બની ગઈ હતી, વર્ષની શરૂઆતમાં જ સ્પીકર પાસેથી આની મંજૂરી પણ લઈ લેવામાં આવી હતી. દરેક મુદ્દેના ક્યારે શિડ્યુલ કરવાનો છે અને કોને બોલાવવાના છે. એ સંપૂર્ણપણે ચેરમેનનો અધિકાર ક્ષેત્ર છે. સમજમાં નથી આવતુ કે છેવટે કેમ ભાજપ આટલુ ઉપર નીચે કરી રહ્યુ છે, શું તેમનુ ફેસબુક સાથે કંઈક ખાસ હિત છૂપાયેલુ છે?
BJP & RSS control Facebook & Whatsapp in India.
— Rahul Gandhi (@RahulGandhi) August 16, 2020
They spread fake news and hatred through it and use it to influence the electorate.
Finally, the American media has come out with the truth about Facebook. pic.twitter.com/Y29uCQjSRP
Am IT comm member - agenda item was already agreed & bulletinized with Speaker's approval at the beginning of the year. When to schedule each item & who to call is Chairman's prerogative
— Mahua Moitra (@MahuaMoitra) August 17, 2020
Amazing how @BJP jumps up & down at anything to do with FB’s interests! https://t.co/O1cNN0lO7R pic.twitter.com/FKBbBnNXQB
દિલ્લીમાં હોટલ, જીમ, સાપ્તાહિક બજાર ખોલવા પર આજે નિર્ણય