For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ મનરેગા મામલે મોદી પર કર્યો કટાક્ષ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલ ગાંધીએ મનરેગા મામલે મોદી પર કર્યો કટાક્ષ

રાહુલ ગાંધીએ મનરેગા મામલે મોદી પર કર્યો કટાક્ષ

હાલ કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી કેરળ પ્રવાસ પર છે. તિરુંવતપુરમમાં તેમણે કોંગ્રેસની કાર્યકારીણી બેઠક મોદી પર નિશાનો સાધતા કહ્યું કે ભાજપ એક પછી એક નારા આપતી રહે છે પણ કરતી કંઇ નથી. આ સરકાર લોકોથી પોતાનો અધિકાર છીણવી રહી છે. મોદી ભલે મનરેગાને અસફળ કાર્યક્રમ કહ્યો હોય પણ હું તેને બંધ કરું.

આનંદીબેને જમીન કૌભાંડ મામલે આપી સ્પષ્ટતા

આનંદીબેને જમીન કૌભાંડ મામલે આપી સ્પષ્ટતા

કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી આનંદીબેન અને તેમની પુત્રી અનાર પર ગીર વિસ્તારમાં વાઇલ્ડ વૂડઝ રીસોર્ટની જમીન વહેચણી દ્વારા જમીન કૌભાંડ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેની પર વળતો પ્રહાર કરતા આનંદીબેન પટેલે જણાવ્યું કે તે અને તેમના પરિવારના લોકોનો આ કૌભાંડમાં કોઇ હાથ નથી. તેમણે કહ્યું કે જમીનની ફાળવણી સંપૂર્ણ પારદર્શક પદ્ધતિ કરવામાં આવી છે. કોંગ્રેસને ખોટા આક્ષેપ કરવાની જૂની આદત છે.

હાર્દિક અને તેના સાથીઓની જેલમુક્તિ માટે પાટીદારો ઉતર્યા ઉપવાસે

હાર્દિક અને તેના સાથીઓની જેલમુક્તિ માટે પાટીદારો ઉતર્યા ઉપવાસે

હાર્દિક પટેલ અને તેના સાથેઓને જેલમાંથી મુક્ત કરાવવા માટે સુરત સમેત અમરેલી, વંથલી અને ધોરાજીના પાટીદાર સમાજના લોકો બે દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. આ લોકોની માંગ છે કે હાર્દિક અને તેના સાથી પર લગાવવામાં આવેલા તમામ ખોટા આરોપો સરકાર પાછા ખેંચી અને તેમને જલ્દી જ છૂટા કરે.

મેગી બાદ અન્ય ત્રણ જાણીતી બ્રાન્ડના સેમ્પલમાં જોવા મળી ખરાબી

મેગી બાદ અન્ય ત્રણ જાણીતી બ્રાન્ડના સેમ્પલમાં જોવા મળી ખરાબી

મેગી વિવાદ બાદ બારાબંકીમાં નોર સૂપી નૂડલ્સ, હોર્લિક્સ અને જિંગ્સ હોટ ગાર્લિક નૂડલ્સના પેકેટ સેમ્પલોમાં ખાદ્ય વિભાગને ભેળસેળ જોવા મળતા તેને લખનઉની સરકારી લેબમાં વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ આ તમામ કંપનીઓને નોટિસ મોકલી તેમના જવાબ માંગવામાં આવ્યા છે. જિંગ્લ નૂડલ્સ ટેસ્ટમેકરમાં 1.83 ટકા, હોર્લિક્સમાં 2.37 ટકા અને નોર સૂપી નૂડલ્સમાં 1.89 ટકા રાખી મળી છે.

કાજીરંગા નેશનલ પાર્કમાં વધુ એક ગેંડાનો શિકાર થયો

કાજીરંગા નેશનલ પાર્કમાં વધુ એક ગેંડાનો શિકાર થયો

આસામના પ્રસિદ્ધ કાજીરંગા નેશનલ પાર્કમાં શિકારીઓએ વધુ એક ગેંડાને તેના સીંગ માટે મારી નાખ્યો. વધુમાં આ મૃત ગેંડાના શરીરના બીજા પણ કેટલાક અંગો નીકાળવામાં આવ્યા છે. નોંધનીય છે કે 40 દિવસોમાં આવું ત્રીજી વાર બન્યું છે. ત્યારે રાષ્ટ્રિય ઉદ્યાનો પર વન પશુપક્ષીઓ કેટલા સુરક્ષિત છે તે પર એક મોટો સવાલ ઊભો થાય છે.

આજે હેડલી વીડિયો કોન્ફર્સિંગ દ્વારા ગવાહી નથી આપે

આજે હેડલી વીડિયો કોન્ફર્સિંગ દ્વારા ગવાહી નથી આપે

26/11 મુંબઇ આતંકી હુમલામાં સામેલ લશ્કરનો આતંકી હેવિડ હેડલી આજે ટેકનીકલ ખામી સર્જાતા વીડિયો કોન્ફર્સિંગ દ્વારા ગવાહી નહીં આપે. શરૂઆતમાં આ ટેકનિકલ ખામીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પાછળથી કોઇ ઉકેલ ના નીકળતા આ સુનવણી ટાળવામાં આવી હતી. વધુમાં આશા સેવવામાં આવી રહી છે કે ગુરુવાર સુધીમાં આ સમસ્યાનો ઉકેલ આવે.

સિલીગુડ્ડીમાં હાથીનો તાંડવ, 100 ઘરોમાં કરી તોડફોડ

સિલીગુડ્ડીમાં હાથીનો તાંડવ, 100 ઘરોમાં કરી તોડફોડ

પશ્ચિમ બંગાળના સિલીગુડ્ડીમાં એક હાથી વિફરતા તેણે લગભગ 100 જેટલા ઘરોને જોરદાર નુક્શાન પહોંચાડ્યું છે. તો હાથીના આવા ઉગ્ર સ્વરૂપને જોઇને લોકોમાં ભારે દોડધામ મચી ગઇ. જો કે હાથીએ ખાલી ઘરોને જ નુક્શાન કર્યું હતું. અને તેણે કોઇ વ્યક્તિને નુક્શાન નહતું પહોંચાડ્યું.

English summary
February 10: Read today's top news in pics. Latest news about indian politics. Latest News About Arvind kejriwal, narendra modi, rahul gandhi, sonia gandhi, hardik patel, etc.. in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X