For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fifa World Cup 2022: PM મોદી અને રાહુલ ગાંધીએ આર્જેન્ટીનાને જીત માટે આપ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આર્જેન્ટીનાને ફૂટબૉલ વિશ્વકપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Fifa World Cup 2022: આર્જેન્ટીના અને ફ્રાંસ વચ્ચે રવિવારે દોહાના લુસેલ સ્ટેડિયમમાં રમાયેલ ફૂટબૉલ વિશ્વકપ 2022ના સુપર રોમાંચક મુકાબલામાં આર્જેન્ટીનાએ ઐતિહાસિક જીત મેળવી. મુકાબલામાં છેલ્લી બે વારના ચેમ્પિયન આર્જેન્ટીના પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવીને વિશ્વ વિજેતા બન્યુ. વિશ્વભરમાંથી આર્જેન્ટીના આ જીત માટે અભિનંદનની વર્ષા થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ આર્જેન્ટીનાને ફૂટબૉલ વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

pm modi

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'આ સૌથી રોમાંચક ફૂટબૉલ મેચોમાંની એક તરીકે યાદ કરવામાં આવશે. ચેમ્પિયન્સ બનવા પર આર્જેન્ટીનાને અભિનંદન. તેમણે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. શાનદાર જીત પર આર્જેન્ટીના અને મેસ્સીના લાખો ભારતીય પ્રશંસકો ખુશ છે.' વળી, અન્ય એક ટ્વિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસની વાત કરીને લખ્યુ છે કે, '#FIFAWorldCupમાં ઉત્સાહપૂર્ણ પ્રદર્શન માટે ફ્રાંસને અભિનંદન. તેમણે ફાઈનલના રસ્તે પોતાનુ કૌશલ અને ખેલદિલીથી ફૂટબૉલ ચાહકોને ખુશ કર્યા.'

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ રવિવારે આર્જેન્ટિનાને ફૂટબોલ વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે આ મેચે ફરી એક વાર બતાવ્યુ કે રમત કેવી રીતે લોકોને સરહદ પારથી જોડે છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ શાનદાર પ્રદર્શન અને ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા બદલ આર્જેન્ટિનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યુ, 'મેસ્સી દ્વારા એક શાનદાર રમત જે લાખો ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા અને એમબાપ્પેએ ફ્રાંસને શાનદાર વાપસી માટે પ્રેરણા આપીને ધ્યાન ખેંચ્યુ.' રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ, 'કેટલી સુંદર રમત! આર્જેન્ટિનાને રોમાંચક જીત માટે અભિનંદન. ફ્રાન્સ સારી રીતે રમ્યુ. મેસ્સી અને એમબાપ્પે બંને સાચા ચેમ્પિયનની જેમ રમ્યા.'

English summary
Fifa World Cup 2022: PM Modi and Rahul Gandhi congratulates Argentina on winning the Football world cup.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X