સરયુ નદીમાં સ્નાન કરતા એક જ પરિવારના 15 લોકો ડુબ્યા, 6 લોકોના મોત
ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં શુક્રવાર 09 જુલાઇની બપોરે મોટો અકસ્માત થયો હતો. આગ્રા જિલ્લાના સિકંદરાનો એક પરિવાર અયોધ્યા આવ્યો હતો. અહીં ગુપ્તાર ઘાટ પર સરિયુ નદીમાં સ્નાન કરતી વખતે પરિવારના 15 સભ્યો ડૂબી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધી છ લોકોનાં મોત નીપજ્યાં છે. તેમના મૃતદેહ મળી આવ્યા છે. તે જ સમયે, 3 હજી ગુમ છે. ડાઇવર્સ અને અન્ય ટીમો તેમની શોધમાં કામગીરી હાથ ધરી છે. જ્યારે 6 લોકો બચી ગયા છે. તેમાંથી 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આગ્રાના સિકંદરાથી 15 લોકોનો પરિવાર શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા. બપોરે તમામ સભ્યો ગુપ્તાર ઘાટમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે પરિવારની બે મહિલાઓ લપસી પડતાં નદીના જોરદાર વહાવમાં ફસાઇ ગઈ હતી. નજીકમાં નહાતા પરિવારના અન્ય સભ્યો પણ તેમને બચાવવા આગળ આવ્યા હતા. તે બધા સરયુના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા અને તણાવા લાગ્યાં હતા. બુમા બૂમનો. અવાજ સાંભળીને આસપાસના લોકોએ પોલીસ અને ડાઇવર્સની ટીમ માહિતી આપતા તે અહી પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
તમને જણાવી દઈએ કે આ દરમિયાન પરિવારના 3 સભ્યો તરીને બહાર આવ્યા હતા, જ્યારે 3 છોકરીઓને ડાઇવર્સ અને આસપાસના લોકોએ બચાવી હતી. મહિલા સહિત પરિવારના 9 સભ્યો તણાઇ ગયા હતા. જ્યારે ડાઇવર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારે લગભગ ત્રણ કલાકની મહેનત બાદ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે 3 માંથી હજુ કંઈ મળ્યું નથી. મળતી માહિતી મુજબ ગુમ થયેલા લોકોની શોધમાં સરિયુ નદીમાં રાતોરાત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં ગુમ થયેલા લોકોની શોધમાં એનડીઆરએફ, એસડીઆરએફ, પીએસી, નાવિક, ડાઇવર્સ અને સિવિલ પોલીસ કર્મચારી રોકાયેલા હતા.
ઉલ્લેખનિય છેકે આ ઓપરેશન ગુપ્તાર ઘાટથી નવા ઘાટ સુધી ચલાવવામાં આવી રહ્યું છે. તે જ સમયે, જિલ્લા વહીવટ પ્રમાણે 40 વર્ષીય સતીષ, 65 વર્ષિય અશોક, 7 વર્ષિય કિશોર નમન, 35 વર્ષીય આરતી, 28 વર્ષીય ગૌરી અને 7 વર્ષ -ધૌર્યને અકસ્માત બાદ તરત જ ડાઇવર્સે બહાર કાઢ્યા હતા. તે જ સમયે, રાજકુમારી પત્ની અશોક ઉંમર (60), સીતા ઉર્ફે દામિની પત્ની સચિન ઉમર (35), દ્રષ્ટિ પુત્રી સચિન ઉંમર (04), શ્રુતિ પુત્રી દેવેન્દ્ર વય (20), પંકજ પુત્ર અશોક ઉંમર (25) અને લલિતકુમાર પુત્ર અશોક કુમારની ઉમર (40) લાશ મળી આવી છે.