For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરોપ ખોટા હોય તો કેજરીવાલ પર કેસ કરોઃ અણ્ણા

By Super
|
Google Oneindia Gujarati News

anna hazare
નવીદિલ્હી, 06 ઑક્ટોબરઃ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન છેડનાર સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રોબર્ટ વાઢેરાની મિલકત કેસમાં કાયદાકિય તપાસ કરવામાં આવે તેમ કહ્યું છે. આ વિવાદ ત્યારે ચગ્યો જ્યારે અણ્ણા હજારેની ટીમના પૂર્વ સભ્ય અરંવિદ કેજરીવાલ દ્વારા વાઢેરાની સંપત્તિ સામે પ્રશ્નો ખડા કર્યાં હતા અને ડીએલએફ દ્વારા વ્યાજ વગર લોન આપવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો.

અણ્ણાએ કહ્યું કે, જો આ આરોપો ખોટા છે તો પછી શા માટે કાયદાકિય તપાસ નથી કરાતી. મારું કહેવું છે કે કાયદાકિય તપાસ કરવામાં આવે જેથી જે સત્ય છે તે બહાર આવી જશે. તેમણે કહ્યું કે વિશ્વ જાણે છે કે કોંગ્રેસમાં ઘણા નેતાઓ ખોટા છે અને તેઓ પોતાની વાત પરથી ફરી જાય છે. તેમણે કેજરીવાલનો પક્ષ પણ નહોતો ખેંચ્યો.

તેમણે કહ્યું છે કે, કેજરીવાલ દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા છે તે ખોટા છે, તો તપાસનો આદેશ આપો અને સાચી વસ્તુ બહાર લાવો. જો આ આરોપો ખોટા સાબિત થાય તો અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ દાખલ કરો.

નોંધનીય છે કે, એક પત્રકાર પરિષદમાં કેજરીવાલ અને ભુષણે વાઢેરા પર આરોપો લગાવ્યા હતા કે, 2007થી 2010 દરમિયાન તેમણે કરોડો રૂપિયાની જમીન ખરીદી છે. ડીલીએફ દ્વારા 65 કરોડની લોન કોઇપણ જાતના વ્યાજ વગર આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ વાઢેરા અને તેમના માતા દ્વારા સંપત્તિ 50 લાખ દર્શાવવામાં આવી હોવા છતા પણ લોન આપવામાં આવી હતી.

English summary
Anna Hazare said give order to probe in vadra assets and If kejriwal's allegation are false then file case against Arvind Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X