ફિલ્મસ્ટાર પોલિટિશિયન્સની ફિલ્મો દૂરદર્શન પર પ્રતિબંધિત

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014માં ચૂંટણી લડવા જઇ રહેલા ફિલ્મસ્ટાર પોલિટિશિયન્સ જેવા કે હેમા માલિની, જયાપ્રદા, પરેશ રાવલ, રાજ બબ્બર, વિનોદ ખન્ના વગેરેની ફિલ્મો દૂરદર્શન પર બેન કરવામાં આવી છે. આપને એમ થશે કે આ સ્ટાર્સે એવું તે શું કરી દીધું છે કે ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી તેમની ફિલ્મો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે?

વાસ્તવમાં આ નિર્ણય ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ચૂંટણી લડી રહેલી ફિલ્મી હસ્તીઓની ફિલ્મો અને ટેલિવિઝન શૉને દૂરદર્શન પર પ્રસારિત થવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

filmstar-polititions

ફિલ્મસ્ટાર્સ વિવિધ પક્ષો તરફથી ચૂંટણી લડી રહ્યા છે. કેટલાકની બેઠકો પર મતદાન થઇ ચૂક્યું છે જ્યારે કેટલાકની બેઠકો પર મતદાન થવાનું બાકી છે. ચૂંટણી અધિકારીનું કહેવું છે કે જે ફિલ્મસ્ટાર ચૂંટણી લડી રહ્યા હોય તેમની ફિલ્મો કે શૉ દર્શાવવા એ ચૂંટણીની આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવશે. કારણ કે તેમના શો જોઇને મતદાતા પ્રભાવિત થઇ શકે છે.

જે ફિલ્મસ્ટાર પોલિટિશિયન્સના મતવિસ્તારોમાં મતદાન થઇ ચૂક્યું છે તેમાં રાજ બબ્બર (કોંગ્રેસ), નગ્મા (કોંગ્રેસ), ગુલ પનાગ (આમ આદમી પાર્ટી), જયા પ્રદા (અપના લોક દલ)નો સમાવેશ થાય છે. જેમના મતવિસ્તારોમાં મતદાન બાકી છે તેવા ફિલ્મ સ્ટાર પોલિટિશિયન્સમાં હેમા માલિની (ભાજપ), જાવેદ જાફરી (આમ આદમી પાર્ટી) અને સ્મૃતિ ઇરાની (ભાજપ)નો સમાવેશ થાય છે.

English summary
Filmstar politicions like Hema Malini, Jayaprada, Paresh Rawal and other stars who are going to fight election, their films are banned on Doordarshan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X