For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અચાનક અમેરિકા રવાના થયા નાણામંત્રી અરુણ જેટલી, થશે મેડિકલ ચેકઅપ

અચાનક અમેરિકા રવાના થયા નાણામંત્રી અરુણ જેટલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અરુણ જેટલી રવિવારે રાત્રે અચાનક મેડિકલ તપાસ માટે અમેરિકા રવાના થયા છે. 66 વર્ષીય જેટલીનું પાછલા વર્ષે મે 2018માં એમ્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થયું હતું. પાછલા નવ મહિનાથી તેમણે કોઈ વિદેશ યાત્રા નથી કરી. સૂત્રોએ આપેલી જાણકારી મુજબ નિયમિત મેડિકલ ચેકઅપ માટે અરુણ જેટલી રવિવારે રાત્રે અમેરિકા રવાના થયા છે. જો કે તેઓ કઈ તારીખે પરત ફરશે તે અંગે કોઈ અહેવાલ મળ્યા નથી.

arun jaitley

ગત વર્ષે એપ્રિલમાં કિડનીની બિમારી સામે આવ્યા બાદ જેટલીની આ પહેલા વિદેશ યાત્રા છે. મંગળવારે સાંજે નેશનલ ફકાઉન્સિલ ઑફ અપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ દ્વારા આયોજિત 7મા સીડી દેશમુખ મેમોરિયલ લેક્ચરમાં તેમના પ્રમુખ વક્તા તરીકે આવવાની ચર્ચા હતી. જેટલીની અનઉપસ્થિતિમાં નાણા મંત્રાલયની જવાબદારી રેલવેમંત્રી પીયૂષ ગોયલને સોંપવામાં આવી હતી. જેટલી 23 ઓગસ્ટ 2018ના રોજ નાણા મંત્રાલય સંભાળવા પરત ફર્યા હતા.

જેટલીને પાછલા અઠવાડિયાની ભાજપની ઈલેક્શન ટીમમાં પબ્લિસિટી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને તેમને ફેબ્રુઆરીમાં ભાજપની આગેવાની વાળી એનડીએ સરકારમાં છઠ્ઠું અને સાતમું બજેટ પણ રજૂ કરવાનું હતું. જે બાદ મે મહિનામાં લોકસભા ચૂંટણી થવાની સંભાવના છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વખતનું બજેટ અંતરિમ બજેટ હશે પરંતુ ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે તેનું બજેટ ભાષણ જનરલ બજેટ જેવું જ હશે.

આ પણ વાંચો- કર્ણાટક સરકારને ઝાટકો, 2 અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું લીધું

English summary
Finance Minister Arun Jaitley travels to US for medical check up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X